સ્મૃતિ મંધાનાના મંગેતર પલાશના લગ્ન તૂટવા પાછળનું કારણ એક કહેવાતી વાયરલ ચેટ માનવામાં આવી રહી છે. જાણકારી મુજબ, સ્મૃતિ મંધાનાના નજીકના લોકોએ પણ પલાશને Instagram પરથી અનફોલો કરી દીધા છે. આ સમગ્ર વિવાદમાં મેરી ડીકોસ્ટા નામ સૌથી વધુ ચર્ચામાં છે.સોશિયલ મીડિયા પર મેરી ડીકોસ્ટાનું નામ ભારે ચર્ચાનું વિષય બન્યું છે.
વાયરલ ચેટ પલાશ અને મેરી ડીકોસ્ટાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ યુવતી વિશે ખૂબ ઓછી માહિતી હોવા છતાં, તે હાલ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. પલાશ સાથેના તેમના કહેવાતા સંબંધને લઈને સોશિયલ મીડિયા પર ભારે ઉથલપાથલ મચી ગઈ છે.મેરી ડીકોસ્ટાનું નામ આગળ આવવાનું મુખ્ય કારણ એ જણાવાય છે કે લગ્નના પ્રીવેડિંગ કાર્યક્રમ માટે તે સ્મૃતિ મંધાનાની કોરિયોગ્રાફર તરીકે જોડાઇ હતી, એવી સોશ્યલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે. આ કારણસર તે અચાનક સમગ્ર વિવાદના મધ્યબિંદુએ આવી ગઈ છે.
વાયરલ ચેટ અને વિવિધ આક્ષેપો વચ્ચે તેમનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. હાલમાં મેરી ડીકોસ્ટાએ પોતાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ પ્રાઇવેટ કરી દીધો છે.વાયરલ ચેટ વિશે સાચાઈ શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. ચેટમાં દર્શાવેલી તારીખ મે મહિનાની હોવાનું કહેવાય છે. પલાશ અને તેમના પરિવાર તરફથી આ વિષય પર કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી. જોકે પલાશની માતાનું કહેવું છે કે સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત ખરાબ થતાં પલાશ ખૂબ દુઃખી થયા હતા.
કારણ કે પલાશ અને સ્મૃતિના પિતા ખૂબ જ નજીક હતા. તેથી લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય પણ પલાશનો જ હતો.હાલમાં આ મામલે ચોક્કસ રીતે કંઈ કહી શકાય એવું નથી, કારણ કે બંને પરિવાર તરફથી હજુ સુધી લગ્નને લઈને કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.આ વિડિયોમાં હાલ માટે એટલું જ. વિડિયોને લાઈક અને શેર કરો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.