ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાની પોતાના અભિનય કેરિયર ની સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ થી ખુબ જ ખ્યાતનામ છે તેમણે ગરીબ લોકોની ખુબ મદદ કરી છે તેમને નિરાધાર બેસહારા વૃદ્ધ આશરાવિહીન અને માં બાપ વિનાના ઘણા લોકોને રહેવા.
માટે 250 થી વધારે પોતાના ખર્ચે ઘર બનાવી આપી ને કાળા કળીયુગમાં માં પણ માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે ખજુર ભાઈ ને ગુજરાત માં દરેક વ્યક્તિ ઓળખે છે તેમની સાદગી અને તેમના સ્વભાવ પર હંમેશા યંગસ્ટર ફિદા રહે છે 6 નવેમ્બર ના રોજ બારડોલી નિતીન જાની ની સગાઈ મિનાક્ષી દવે.
સાથે કરવામાં આવી હતી મીનાક્ષી દવે સિંગિંગ ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવે છે તેમને ત્રણથી ચાર ટ્રેક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર પણ કર્યા છે થોડા સમય પહેલા મીનાક્ષી દવે એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખજૂર ભાઈ સાથેની સ્ટાર બક્ષ કોફી સેન્ટર સાથેની તસવીરો શેર કરી હતી જેમાં તેઓ ખજૂર ભાઈ સાથે.
હળવાસની પળો માણતા જોવા મળતા હતા તે તસવીરોને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી એ વચ્ચે તાજેતરમાં ખજુર ભાઈની કેટલીક તસવીરો સામે આવી રહી છે તેઓ પોતાના વ્હાલસોયા ભાઈ તરુણ જાની અને પોતાની થનારી ધર્મપત્ની સાથે દરીયા કિનારે ખુલ્લી ગાડીમાં ફરતા જોવા મળે છે મિનાક્ષી દવે સાથે તેમની.
સહેલીઓ પણ જોવા મળે છે ખજુર ભાઈ શાનદાર અંદાજમાં ગાડી ચલાવી રહ્યા છે બાજુમાં તેમની મંગેતર મીનાક્ષી દવે બેઠી છે બંને એ મેચિંગ રેડ ડ્રેસીસ પહેર્યા છે તરુણ જાની ગાડી ની સાઈડ માં ઉભેલા જોવા મળે છે તો ગાડીના પાછળના ભાગમાં મીનાક્ષી દવેની સહેલીઓ જોવા મળે છે પરંતુ આ તસ્વીરો મા પણ લોકોને પેટ પકડીને.
હસાવનારા તરુણ જાની છોકરીઓથી દૂર ભાગતા જોવા મળે છે સોશિયલ મીડિયા પર લોકો આ તસ્વીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ખજૂર ભાઈ અને મીનાક્ષી દવેની આ જોડી અને આશીર્વાદ આપીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે આ તસવીરો મિનાક્ષી દવે એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જોત જોતામાં આ સુંદર તસવીરો પર લાખો લાઈક આવી ચુક્યા છે.