આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યા એક તરફ લોકો મોર્ડન બનવાના ચક્કરમાં પોતાની સંસ્કૃતિને ભૂલતા જાય છે ત્યારે આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે આજે પૈસાદાર હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ તેમજ રિવાજને પોતાના પરિવારની મહામૂલી મૂડી માની જીવિત રાખતા હોય છે.આ અનેક લોકોમાં એક નામ છે માયાભાઈ આહીર. માયાભાઈ આહીરનું નામ આજે કોઈથી અજાણ્યું નથી માયાભાઇ આહીર એક એવા કલાકાર છે જેમણે લોકડાયરાને માત્ર પોતાના દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય બનાવ્યો છે.
તેમના વીડિયો આજે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એ તો તમે જાણતા જ હશો. આ ઉપરાંત માયાભાઇ પાસે કંઈ કાર છે તે કેવા ઘરમાં રહે છે કે તેમને ફી શું છે? તે અંગે પણ તમને જાણકારી હશે જ. પરંતુ શું તમે એ જાણો છો કે આટલા પૈસા હોવા છતાં આટલી સુખ સુવિધા હોવ જ છતાં આજે પણ માયાભાઈ આહીરના ઘરમાં તેમના રીતે રિવાજો પાળવામાં આવે છે હા, દોસ્તો એક ઇન્ટરવ્યૂમાં માયાભાઇની પત્નીના જણાવ્યા અનુસાર આજે પણ માયાભાઈ જે સમયે ઘરથી બહાર પ્રોગ્રામ માટે નીકળે છે તે સમયે તમને પૂરો પરિવાર એક સાથે હાજર રહે છે સાથે જ માયાભાઈ પોતાની પૌત્રી મંદાકિનીને પગે લાગે છે અને મંદાકિની તેમને ભગવાન તેમની રક્ષા કરે તેવા આશીર્વાદ આપે છે.
તેમની પત્નીએ જણાવ્યું કે માયાભાઇના બહાર જવા સમયે પૂરો પરિવાર તેમની સાથે હાજર રહી જ્યાં સુધી તેમની ગાડી જોવા મળે ત્યાં સુધી તેમની સલામતીની પ્રાર્થના કરતો રહે છે વધુમાં આજના સમયની પત્નીઓ વિશે વાત કરતા માયાભાઈ આહીરની પત્નીએ જણાવ્યું કે આજની પત્નીઓની જેમ તેમને માયાભાઇનો ફોન ક્યારે પણ જોવાની જરૂર પડી નથી. સાથે જ પ્રેમ પત્ર લખવાની બાબત પર વાત કરતા તેમની પત્નીએ જણાવ્યું કે તે આહિર પરિવારમાંથી આવે છે અને આહીર પરિવારમાં મર્યાદા નું પાલન કરવાનું હોય છે જેના કારણે તેઓ એકબીજા સાથે ક્યારે વાત પણ કરી શકતા ન હતા પરંતુ સગાઈ થયા બાદ તેઓ ક્યારેક લાગણીવશ થઈ પતિને છુપાઈને જોઈ લેતા હતા.
જોકે મહત્વની વાત તો એ છે કે માયાભાઈ આહીરના પત્ની માયાભાઇના જોક્સ કરતા તેમની કૃષ્ણ વિશેની વાતોને વધુ પસંદ કરે છે. ઇન્ટરવ્યૂ દરમિયાન આ અંગે વાત કરતા તમને જણાવ્યું કે માયાભાઈના મોઢે ભગવાન વિશે વાતો સાંભળી તે ઘણીવાર રડી પડે છે. જણાવી દઈએ કે આ એક ઇન્ટરવ્યૂ દરમિયાન માયાભાઇ આહિરે પોતાના સંઘર્ષની પણ ઘણી વાતો જણાવી શકાય જેમાં તમને જણાવ્યું કે પોતાના પરિવારથી અલગ થયા બાદ તેમની પાસે રહેવા માટે ઘર પણ નહોતું તેઓ સો રૂપિયાના ભાડા પર ઘર રાખીને રહ્યા હતા અને આ ઘરનું ૧૦૦ રૂપિયા ભાડું ચૂકવવા માટે તેમને માર્કેટ યાર્ડમાં ડુંગળી ભરવાનું કામ કર્યું હતું. વધુમાં તેમને જણાવ્યું કે તેમને જીવનમાં ઘણો સંઘર્ષ કર્યા બાદ તેમને પોતાનું પહેલું ઘર બનાવ્યું હતું. આ જ કારણ છે કે તમે તેમના ઘરનું નામ પરિશ્રમ રાખ્યું હતું.