સીડીએસ બિપિન રાવતનું ઘર ઉત્તરાખંડના એક ગામમાં આવેલ છે હવે આ ગામમાં માત્ર જનરલ રાવતનો પરિવાર રહેલ છે જનરલ રાવત પોતે રિટાર્યટ થયા પછી ઉત્તરાખંડમાં પોતાના ગામમાં જ રહેવા માંગતા હતા અને તેઓ ઇચ્છતા હતા કે રિટાર્યડ થયા બાદ પોતાના ગામની તસ્વીર બદલી નાખશે.
પરંતુ આ દુર્ઘટનામાં જીવ ગુમાવતા એમના સપના અધૂરા રહ્યા અહીં જનરલ રાવતના ગામમાં એમના કાકા જ રહે છે પોડી ગડબાડ જિલ્લાના સેન નામનું આ ગામમાં પહેલા પંદરથી વધુ પરિવાર રહેતા હતા 2011ની જનગણના અનુસાર ગામમાં 93 લોકોની સંખ્યા હતી પરંતુ અત્યારે ફક્ત રાવતજીનો પરિવારજ રહે છે.
ગામમાં સુવિધાઓ ન હોવાથી લોકો ગામ છોડવા મજબુર બન્યા હતા અત્યારે સેન ગામમાં ફક્ત જનરલના કાકાનો પરિવારજ રહે છે જનરલ રાવતના કાકા ભરતસિંગ રાવતનું કહેવું છેકે એમના ભત્રીજા બિપિન રાવતે 2018માં કહ્યું હતું તેઓ પોતે રિટાર્યડ થયા બાદ ગામની તસવીર બદલી નાખશે.
અહીં ગામમાં તમામ સુવિધાઓ લઈને આવશે અને એક ઘર બનાવીને અહીં રહેશે જનરલ રાવતના ગામ માટે સપના બીજા પણ હતા ભરતસિંહ રાવતનું કહેવું છેકે બિપિન રાવત અન્ય લોકોને ગામમાં વાપસી કરાવવાનો વિચાર હતો બિપિન રાવતનું શિક્ષણ ભલે બહાર થયું હોય પરંતુ તેઓ ક્યારેક પોતાના ગામ જતા હતા.