આજકાલ સોસીયલ મીડિયા દ્વારા ઘણા લોકોને પ્રેમ થાય છે અને છેલ્લે વાત લગ્નની પણ આવી જાય છે પરંતુ જયારે સત્ય હકીકતની ખબર પડે ત્યારે પસ્તાવા સિવાય બીજું કઈ પાસે હોતું નથી અહીં વાત કરી રહ્યા છીએ એક યુવતની જેને ફેસબુકમાં એક યુવક સાથે થઈ ગયો પ્રેમ છેલ્લે લગ્ન પણ કર્યા પરતું છેલ્લી ઘડીએ પસ્તાવા સિવાય કઈ ન હતું.
ખાસ કરીને આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વધારે પડતો વિશ્વાસ કરીએ છીએ ત્યારે છેતરપિંડિનો ભોગ બનવું પડે છે આવી એક છેતરપિંડી ઉત્તરપ્રદેશના ફતેપુરામાં રહેતો યુવક અને કોલકત્તામાં રહેતી એક યુવતી વચ્ચે થાય છે યુવતીએ યુવક સાથે મિત્રતા કરી હતી બંનેએ કોર્ટ મેરેજ પણ કર્યા હતા પરંતુ યુવક દાગીના લઈને ફરાર થઈ ગયો.
હકીકતમાં પીડિત યુવતી સોસીયલ સાઈટ ફેસબુક દ્વારા ફતેપુરના નિવાસી અભિષેક આર્ય સાથે મિત્ર બની હતી થોડા દિવસોની વાતચીત પછી યુવક અભિષેકે યુવતીને લગ્ન કરવાનું દબાણ શરૂ કર્યું આ પછી યુવક દિલ્હીથી કોલકતા યુવતીને મળવા આવ્યો યુવતીને ફોસલાવીને લગ્ન કરવા રાજી કરી બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા.
જોકે લગ્ન પછી યુવક તેના સાચા રંગો બતાવ્યા તે છોકરીના ઘરેથી ત્રણ લાખના દાગીના અને એક લાખ રોકડા લઈને ભાગી ગયો હતો જયારે યુવતીને આ વિશે ખબર પડી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ પીડિતા પોલીસ સાથે યુવકના ગામ ફતેપુરા આવી પરંતુ ત્યાં ઘરને તાળું મારેલું હતું બંને રાજ્યોની પોલીસ અત્યારે યુવકને ગોતી રહી છે.