લાંબી અને ઘાટી દાઢી ફૂટી ગયેલી આંખોને છુપાવવા માટે પહેરેલા કાળા ચશ્મા અને એક હાથની કપાયેલી આંગળી એટલે ધુરંધર પાર્ટ ટુ ફિલ્મનો વિલન ઇલિયાસ કાશ્મીરી જેનું આબેહુબ પાત્ર હિન્દી ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલે નિભાવ્યો છે. પણ પાકિસ્તાનનો ભસ્માસુર અને કુખ્યાત ઉગ્રવાદી ઇલિયાસ કાશ્મીરી હકીકતે કોણ હતો? એની આખી કહાની જાણીને ધુરંદર પાર્ટ ટુ જોશો તો ફિલ્મની વાર્તાનો આટો ઉકેલવામાં સરળતા રહેશે. સાંભળો ઇલિયાસ કાશ્મીરીની રિયલ લાઈફનું નિરૂપણ જેના સીનામાં દિલ ન હતું એવો નપાવટ અને નરાધમ ઇલિયાસ કાશ્મીરી કાળ ચોઘડિયામાં પાક અધિકૃત કાશ્મીરમાં 64 ની સાલમાં જન્મ્યો હતો પણ મોટા થઈને એને એવા કુકર્મો કર્યા કે સગી જનેતાનું કાળજું બોલી ઉઠ્યું
હશે કે એની કૂખે આ કપાતર ક્યાં પાક્યો ઇલિયાસ કાશ્મીરી ઓસામા બિન લાદેન પછી દુનિયાનો સૌથી મોટો જિહાદી અને અલકાયદાનું મિલિટરી દિમાગ માનવામાં આવતો હતો વર્ષ 2000માં માં તેને ભારતીય પોસ્ટ પર હુમલો કર્યો હતો અને છળ કપટથી આપણા એક સૈનિક શહીદ મારુતી ભાવસાહેબ તાલેકરનું માથું કાપીને પાકિસ્તાન લઈ ગયો હતો. તે એટલો ક્રૂર હતો કે તેણે ભાવસાહેબનું માથું પોતાના વાહન ઉપર મૂકી ખોટલી શેરની બજારમાં ફેરવ્યું હતું. ત્યારબાદ ભાવસાહેબનું માથું તેણે તે સમયના પાકિસ્તાની આર્મી જનરલ પરવેઝ મુશરફ સમક્ષ રજૂ કર્યું હતું. ચોરનો ભાઈ ઘંટી ચોર મુશરફે તેની ધરપકડ કરવાને બદલે ઇલિયાસ કાશ્મીરીને શાબાશી આપી અને રૂપિયાએ લાખનું રોકડ ઈનામ આપ્યું આ ઘટના પછી તે પાકિસ્તાનમાં હીરો બની ગયો ન ભગવાન ન ખુદા ન ભારત ન પાકિસ્તાન જેને કદી માફ કરી શકે
એવા લંપટ માણસની વાર્તા શરૂ થઈ હતી 1984 માં 20 વર્ષનો ઇલિયાસ કાશ્મીરી ઇસ્લામાબાદની એક યુનિવર્સિટીમાં ભણતો હતો પણ મેલી મથરાવટીના ઇલિયાસનું મન ભણવામાં નોતું લાગતું તેણ એણે અધવચ્ચે જ ભણતર છોડી દીધું અને સોવિયત સેના સામે લડવા અફઘાનિસ્તાન પહોંચી ગયો. યુવાન વયએ જ તે અફઘાન યુદ્ધમાં જોડાઈ ગયો. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની નજર તેના પર પડી આઈએસઆઈ ને પોતાના ફાયદા માટે લડી શકે તેવા ટ્રેનર જોઈતા હતા. ઇલિયાસ કાશ્મીરી આ કામ માટે પરફેક્ટ હતો. આઈએસઆઈ જોઈન કર્યા બાદ તે જમીનમાં છુપાવવામાં માસ્ટર બની ગયો આ જ સમયગાળામાં એક યુદ્ધ દરમિયાન તેણે પોતાની એક આંખ ગુમાવી હતી [સંગીત] ત્યારબાદ તે ડાબલા જેવા કાળા ચશ્મા પહેરવા લાગ્યો હતો તેણે હરકતુલ જિહાદ અલ ઇસ્લામી સંગઠનના ટોપ કમાન્ડર તરીકે કામ કર્યું
અને પોતાની ખાસ ઉગ્રવાદી યુનિટ બ્રિગેડ 313 બનાવી જેના નેજા હેઠળ તેને અનેક ખૂન ખરાબા કર્યા ઇલિયાસ કાશ્મીરીનો હેતુમા માત્ર કાશ્મીર પૂરતો સીમિત ન હતો. વર્ષ 2009 માં એક અમેરિકન પત્રકાર સાથેના ઇન્ટરવ્યુમાં તેણે પોતાના ખતરનાક મનસુબા સ્પષ્ટ કર્યા હતા. ઇન્ટરવ્યુમાં ખુદ ઇલિયાસ કાશ્મીરીએ કહ્યું હતું કે કાશ્મીર મેળવવું એ તો માત્ર શરૂઆત છે કાશ્મીર છીનવી લીધા પછી તેને હૈદરાબાદ જૂનાગઢ અને માણાવદર પણ હિન્દુઓ પાસેથી પાછા લેવા હતા તેણે પત્રકારને જણાવ્યું હતું કે જો આ તમામ પ્રદેશો મળી જાય તો પણ તેની જિહાદ ખતમ નહીં થાય દુનિયામાં જ્યાં જ્યાં મુસલમાનો પર જુલ્મ થતો હશે
ત્યાં જઈને સમગ્ર દુનિયામાં જિહાદ ફેલાવવી તે તેનું અંતિમ લક્ષ્ય છે પોતાના આજ વૈશ્વિક જિહાદના એજન્ડા હેઠળ તેણે શરૂઆતમાં ભારતને નિશાન બનાવ્યું બાદમાં તેણે પોતાના જ દેશ પાકિસ્તાનની સેના અમેરિકા અને યુરોપના પશ્ચિમી દેશોને પણ પોતાના ઉગ્રવાદના નિશાના પર લીધા હતા બધુ પાકિસ્તાનના પ્લાન મુજબ ચાલતું હતું પણ પછી આવ્યો 11 સપ્ટેમ્બર 2001 નો 91 નો દિવસ અમેરિકા પર હુમલો થયો અમેરિકાએ પાકિસ્તાન પર ભારે દબણ કર્યું અમેરિકાના ફેકેલા ટુકડા ઉપર જીવતા પાકિ પાકિસ્તાને મજબૂરીમાં પોતાના જ બનાવેલા ઉગ્રવાદી જૂથો પર પ્રતિબંધ મૂકવો પડ્યો ઇલિયાસ કાશ્મીરિયા સહન ન કરી શક્યો તેને લાગ્યું કે જે સેનાએ તેને મોટો કર્યો પૈસા આપ્યા હથિયાર આપ્યા તે [સંગીત] જ હવે તેની સાથે ગુનેગાર જેવો વેવર કરી રહી છે હવે આ પાડેલો કૂતરો હળકાયો થયો ઇલિયાસ કાશ્મીરીએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેજ મુશરફને જ મારી નાખવાના બે ભયાનક પ્લાન બનાવ્યા એકવાર કારને થી ઉડાવી દીધી અને બીજી જી વાર તેમના પ્લેન પર મિસાઈલ છોડી આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાને ઇલિયાસ કાશ્મીરીને પકડ્યો ખરો પણ તેના વિરુદ્ધ પૂરતા પુરાવા નથી એમ કહીને થોડા જ અઠવાડિયામાં છોડી દીધો
ઇલિયાસ કાશ્મીરીને છોડી દેવો એ પાકિસ્તાને કરેલી મોટામાં મોટી ભૂલ હતી જેના વરવા પરિણામો આજે પણ પાકિસ્તાન ભોગવી રહ્યું છે નથી કહેતા કે હાથના કર્યા હએ વાગે સફા કદી હીર ન થાય જેલમાંથી છૂટીને ઇલિયાસ કાશ્મીરી વઝીરિસ્તાનના પહાડો માં ભાગી ગયો અને ત્યાં જઈને સીધો હલકાયદા સાથે હાથ મિલાવ્યો હવે તે માત્ર બે દેશો વચ્ચેનો ઉગ્રવાદી નોતો રહ્યો તેણે 2008 માં ભારતના મુંબઈમાં થયેલા 26ઇલેવન ના ભયાનક હુમલાનું પ્લાનિંગ કરવામાં મદદ કરી તેણે ડેવિડ હેડલી સાથે મળીને યુરોપ અને અમેરિકામાં પણ હુમલાઓના ખતરનાક પ્લાનો બનાવ્યા હતા તે એટલો ચાલાક હતો કે જ્યારે પણ અમેરિકા એવો દાવો કરે કે અમે ઇલિયાસ કાશ્મીરીને ડ્રોન હુમલામાં મારી નાખ્યો ત્યારે તે થોડા દિવસ પછી ટીવી ઉપર ઇન્ટરવ્યુ આપતો જોવા મળતો અને શાંતિથી કહેતો મર ગયે સાલે મારને વાલે હું હજી જીવું છું દુનિયાને લાગવા માંડ્યું કે આ માણસ કોઈ ભૂત છે જેને કોઈ મારી શકતું નથી વર્ષ 2011 અમેરિકાએ ઓસામા બિન લાદીલને મારી નાખ્યો હવે અમેરિકાના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઇલિયાસ કાશ્મીરીનું નામ સૌથી મોખ રહે હતું તેના માથા પરપાંચ મિલિયન ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું જૂન મહિનાની એક સાંજ હતી ઇલિયાસ કાશ્મીરી અને તેના સાથીઓ એક સફરજનના બગીચામાં બેસીને શાંતિથી ચાયની ચુસ્કી લઈ રહ્યા હતા પણ એને ખબર ન હતી કે આસમાનમાંથી એક અમેરિકન ડ્રોન તેમની પર નજર રાખી રહ્યું હતું
ધળ ધડાધળ ધળ ડ્રોનમાંથી ચાર મિસાઈલ છૂટી અને ઇલિયાસ કાશ્મીરીની આખી ગેંગનો ખાતમો થઈ ગયો તેણે અગાઉ એટલી બધી વાર મરવાનું નાટક કર્યું હતું કે આ વખતે ભારતીય એજન્સી રો સહિત કોઈએ મરવાની વાત પર વિશ્વાસ નહોતો કર્યો જ્યારે તેનો ડીએનએ ટેસ્ટ થયો અને કન્ફર્મ થયું કે મરનાર ઇલિયાસ કાશ્મીરી જ હતો ત્યારે બધાએ માન્યું કે ભૂતની ચોટલી હવે બાટલીમાં પૂરી દેવામાં આવી છે અને ઇલિયાસ કાશ્મીરી નર્કવાસી થઈ ગયો છે ઇલિયાસ કાશ્મીરીની આ કહાની આખી દુનિયા માટે એક બહુ મોટો સબક હતો જે દેશો પોતાના રાજકીય ફાયદા માટે ઉગ્રવાદીઓને જન્મ આપે છે અને હથિયારો પકડાવે છે એક દિવસ એ જ હથિયારો તેમના પોતાના ઘર તરફ તાકવામાં આવે છે સાપને દૂધ પીવડાવો તો પણ તે ડંક મારવાનું ચૂકતો નથી તો પછી કઢાવો દુરંદર પાર્ટ ટુ ની ટિકિટ જાવ જોવાને જ્યાં જ્યાં ઇલિયાસ કાશ્મીરી પડદા ઉપર આવે ત્યારે મને યાદ કરીને કહેજો કે કાકાએ કીધું એ બરાબર હો તમે કહેતા હો તો હું ધુરંદર પાર્ટ થ્રી જીકી દઉં ઇલિયાસ કાશ્મીરીનો રોલ જેઠાલાલનો સાળો સુંદર કરશે પણ જોત તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર