Cli
ખેડૂતની પુત્રી મૈત્રી પટેલે 19 વર્ષની ઉંમરે ભારતની સૌથી નાની ઉંમરની કોમર્શિયલ પાઈલટ બની હતી, રચ્યો ઇતિહાસ...

ખેડૂતની પુત્રી મૈત્રી પટેલે 19 વર્ષની ઉંમરે ભારતની સૌથી નાની ઉંમરની કોમર્શિયલ પાઈલટ બની હતી, રચ્યો ઇતિહાસ…

Breaking

મિત્રો વાત ગુજરાતના સુરત શહેરની છે જ્યાં એક ખેડૂતની પુત્રીએ પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે પટેલ પરિવારની આ 19 વર્ષની પુત્રી મૈત્રી પટેલ પાયલોટ બની છે અહીં નવાઈની વાત એ છેકે તેઓ સૌથી નાની વયની કોમર્શિયલ પ્લેન પાઈલટ બની ગઈ છે અત્યારે તેઓ હેડલાઈનમાં બનેલ છે પિતાએ એક સમયે પુત્રનીએ ભણાવવા માટે બેન્કમાંથી લોન.

મળી ન હતી એટલે પિતાએ પોતાની ખેતી ખેતી વેચીને તેણીને ભણાવી અને આજે તેના સપના સાકાર કર્યા એક ઇન્ટરવ્યૂ મુજબ મૈત્રીએ અમેરિકામાં હવાઈ જહાજ ઉડાવવાની ટ્રેનિંગ લીધી છે તેઓ બાળપણથી પાયલટ બનવા માંગતી હતી એમના પિતા ખેડૂત હોવા સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કામ કરતા હતા.

સામાન્ય રીતે કોઈ પાયલટ બને તો તેને 18 મહનાની ટ્રેનિંગ આપવામાં આવે છે પરંતુ મૈત્રીએ તે 12 મહિનામાં કરી બતાવ્યું તેના બાદ તેને કોમર્શિયલ પ્લેન ઉડાવવાનું લાયસન્સ મળ્યું 8 વર્ષની ઉંમરે મૈત્રીને સપનું હતું કે તેઓ પાયલટ બને પરંતુ 19 વર્ષની ઉંમરે મૈત્રીએ પોતાનું સપનું પૂરું કર્યું છે મૈત્રીએ કહ્યું ટ્રેનિંગ પૂરી કર્યા પછી મેં મારા.

પિતાને ફોન કરીને અમેરિકા બોલાવ્યા હતા તેના પછી 3500 ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી મારા માટે આ એક સપનું સાકાર થવાની ક્ષણ હતી હવે ભારતમાં પ્લેન ઉડાવવા માટે તેણે અહીં પણ થોડી તાલીમ લેવી પડશે 19 વર્ષની ઉંમરે પાઈલટ બનીને મૈત્રી પટેલ દેશની સૌથી નાની ઉંમરની કોમર્શિયલ પાઈલટ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *