માધુરી દીક્ષિતે 17 વર્ષની ઉંમરે જ ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા હતા. એક્ટ્રેસે વર્ષ 1984માં આવેલી ફિલ્મ અબોધથી પોતાની કરિયરની શરૂઆત કરી, પરંતુ ડેબ્યૂ કર્યા બાદ એક્ટ્રેસે ઘણી ફ્લોપ ફિલ્મો આપી. વર્ષ 1988માં માધુરી દીક્ષિતની કિસ્મત એવી બદલાઈ કે તેઓ રાતોરાત ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ બની ગઈ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ વર્ષોથી પોતાના ડાન્સ અને પોતાની એક્ટિંગથી ઓડિયન્સના દિલ જીતતી આવી છે. એક્ટ્રેસના એ આઈકોનિક ગીત જેણે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આજે પણ આ ગીત ઓડિયન્સનું ફેવરિટ છે.
7 મિનિટ 2 સેકન્ડનું એક દો તીન ગીત માધુરી દીક્ષિતની કરિયરનું ટર્નિંગ પોઈન્ટ બની ગયું. ફિલ્મના રિલીઝ થતા જ દરેકની જુબાન પર આ ગીત જ સંભળાતું હતું. વળી આ ગીતમાં માધુરી દીક્ષિતના ડાન્સ મૂવ્સ અને ર ચાર ચાંદ લગાવી દીધા હતા.
તેઝાબ ફિલ્મના આ ગીત માટે માધુરી દીક્ષિતે અંદાજે 30 દિવસો સુધી રિહર્સલ કર્યું હતું. કોરિયોગ્રાફર સરોજ ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેં માધુરીને કહ્યું હતું કે આ ગીત સરળ નથી, પરંતુ માધુરીએ કોઈ પણ ખચક’ વગર કહ્યું કે હું તૈયાર છું.
એક દો તીન ગીતથી માધુરી દીક્ષિત એક્ટ્રેસની સાથે સાથે ડાન્સિંગ ક્વીનના નામથી પણ મશહૂર થઈ ગઈ હતી. આ ગીતે એક્ટ્રેસને બોલીવુડની ટોપ એક્ટ્રેસ બનાવી દીધી હતી. ગીતની સાથે સાથે ફિલ્મમાં પણ માધુરીના રોલને ફેન્સે ખૂબ પસંદ કર્યો હતો.તેઝાબમાં માધુરી દીક્ષિતની સાથે અનિલ કપૂર લીડ રોલમાં જોવા મળ્યા હતા અને આ બંનેની જોડીને ઓડિયન્સે ખૂબ પસંદ પણ કરી હતી.
આ ફિલ્મ બાદ માધુરી દીક્ષિત બાકી એક્ટ્રેસીસ માટે એક કોમ્પિટિશન બની ગઈ હતી.આ ફિલ્મ બાદ એક્ટ્રેસ ઘણી ટોપ ફિલ્મોમાં જોવા મળી અને બોલીવુડ ક્વીન બની ગઈ. જેમાં રામ લખન, દિલ, સાજન, બેટા, ખલનાયક, હમ આપકે હૈ કૌન, દિલ તો પાગલ હૈ અને દેવદાસ જેવી ફિલ્મો સામેલ છે.