એક સમય હતો જ્યારે બીટાઉનની જોડીઓ મોટા પડદા પર દરેકને પસંદ હતી અને આ બધી જોડીઓમાંથી દરેક દ્વારા પ્રશંસા કરવામાં આવતી જોડી સની દેઓલ અને માધુરી દીક્ષિત હતી બંનેએ સાથે મળીને બે મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું એક હતી વરદી જે 1989માં આવી હતી અને બીજી ત્રિદેવ હતી જે તેજ વર્ષે આવી હતી અને બંને ફિલ્મોમાં લોકોએે સની દેઓલ અને માધુરી દીક્ષિતને સાથે જોવાનું પસંદ કર્યુ હતું.
પરંતુ શું થયું કે સની દેઓલ અને માધુરી દીક્ષિતે 32 વર્ષ સુધી સાથે કામ નથી કર્યું આપને જણાવી દઈએ કે દેઓલ પરિવારના વડા ધર્મેન્દ્ર દેઓલે પણ બોલિવૂડમાં ઘણું ફ્રેમ અને લોકપ્રિયતા મેળવી છે અને સની દેઓલ પણ કોઈનાથી ઓછા નથી તેઓ 90ના દશકમાં તેમના યુગના મોટા સુપરસ્ટાર હતા ફિલ્મ બેતાબ કયૉ પછી એમને બહુ લોકપ્રિયતા મળી પછી એમણે કયારે પાછળ ફરીને જોયુ નથી.
સન્ની દેઓલે ઘણી જુદી જુદી અભિનેત્રીઓ સાથે ઘણી ફિલ્મો કરી છે અને તેમાંથી એક માધુરી દીક્ષિત છે અને તેમણે બંને છેલ્લી વખત લોકપ્રિય ફિલ્મ ત્રિદેવમાં જોડી તરીકે જોવા મળ્યા હતા અને તે ફિલ્મમાં તેમની સાથે જેકી શ્રોફ સંગીતા બિજલાની નસીરુદ્દીન શાહ અમરીશ પુરી પણ હતા આ ફિલ્મ સુપરહિટ તો હતીજ અને સની દેઓલ અને માધુરી દીક્ષિતની જોડી પણ સુપરહિટ જોડી હોવાનું કહેવામા આવ્યુ.
ત્યારે 1990માં ફિલ્મ ત્રિદેવે 3 ફિલ્મફેર એવોર્ડ હાંસલ કયૉ હતા અને તે પછી પણ માધુરી દીક્ષિત અને સની દેઓલની જોડી મોટા પડદા પર જોવા મળી નહિ વાસ્તવમાં સની દેઓલની ફિલ્મ દરેકને પસંદ તો આવતી હતી પરંતુ સની દેઓલની ફિલ્મોમાં એક્શન દ્રશ્યો સુધી મર્યાદિત હતી અને બીજી બાજુ માધુરી દીક્ષિત ડાન્સ ફેમિલી ડ્રામા રમુજી અને તમામ પ્રકારની ફિલ્મો કરતા હતા અને આ કિસ્સામાં તેમની સની દેઓલ સાથે કામ કરવાની બહુ મર્યાદિત તક હતી.
અનિલ કપૂર અને સંજય દત્ત જેવા કલાકારો પણ ફિલ્મ ઉદ્યોગમાં તે સમયમાં પ્રખ્યાત હતા ત્યારેજ માધુરી દીક્ષિત દરેક પ્રકારની ફિલ્મો કરતા હતા તેમની પાસે અનિલ કપૂર અને સંજય દત્ત જેવા કલાકારો સાથે કામ કરવા માટે ઘણા વિકલ્પો હતા અને તેમની સાથે કામ પણ કર્યું હતું માધુરી દીક્ષિત અને અનિલ કપૂર ઘણી ફિલ્મોમાં કામ કરતા જોવા મળ્યા હતા અને તેમની જોડીએ ફિલ્મોને મોટા પડદા પર સુપર ડુપર હિટ બનાવી હતી અને આ જ કારણ છે કે માધુરી દીક્ષિતે સની દેઓલ સાથે ઘણી ફિલ્મો ન કરી.
ભલે માધુરી દીક્ષિત અને સની દેઓલે 32 વર્ષથી સાથે કામ કર્યું નથી પરંતુ તેમની મિત્રતા યથાવત છે અને તેઓ ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં પણ સાથે જોવા મળ્યા હતા તેઓ બંને તેમની ફિલ્મ ત્રિદેવના ગીત પર સાથે નૃત્ય પણ કયુઁ જેમ માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની ફિલ્મ સિનેમા હાઉસમાં સરસ પરિણામ આપી રહી હતી તેમ માધુરી દીક્ષિત અનિલ કપૂર સાથે ફિલ્મો બનાવવામાં વ્યસ્ત હતા કારણ કે તેમની કારકિર્દી ઉજ્જવળ બની રહી હતી અને ઘણા દિગ્દર્શકોએ માધુરી દીક્ષિત અને સની દેઓલને એક જોડી તરીકે ફિલ્મમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે શક્ય ન થયું.