માતા તથા પિતા વગરનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે આપણને દરેક જગ્યાએ તેમનો સાથ સહકાર જોવે છે તેમના વગર આપણે કંઈ કરી નથી શકતા પિતાને ઘરનું મૂળભૂત અંગ માનવામાં આવે છે જો પિતા ન હોય તો ઘરના સદસ્યોને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેવું જ કંઇક અસ્મિતા બહેન સાથે થયું છે પરંતુ તેમને સાથ સહકાર આપવા માટે આ ફાઉન્ડેશન આગળ આવ્યું છે.
અસ્મિતા બહેનના પતિ થોડા વખત પહેલાં મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ અસ્મિતા બહેન પર ઘરનો બધો બોજ આવી ગયો તેમના છોકરાના ભવિષ્ય માટે તેમને કામ કરવાનું ચાલુ કર્યું પરંતુ તેમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેમના પુત્ર જય બારોટના સ્કૂલના ખર્ચ આપવા માટે તેમણે સિલાઈ મશીનનું કામ ચાલુ કર્યું આ મદદ તેમને પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા મળી હતી હવે તે દિવસના 400 500 રૂપિયા કમાઈ લે છે અને તેમનું ગુજરાત સરળતાથી ચલાવી લે છે.
પહેલા અસ્મિતાબહેન અને તેમના પતિ ટિફિન બનાવતા હતા 2015થી 2020 સુધી તેઓએ આ કામ કર્યું હતું તેમના ગયા પછી પોપટભાઈ ફાઉન્ડેશનની મદદથી તેમણે સિલાઈ મશીનનું કામ શરૂ કર્યું ત્યારબાદ તેમને ટેકો મળ્યો છે આ મદદ તેમને મલ્હાર ઠાકર દ્વારા મળી મલ્હાર ઠાકરે તેમના પુત્ર જય બારોટનો સ્કૂલનો ખર્ચો પણ આપ્યો તે માટે અસ્મિતા બહેનએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો.
પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી પોપટભાઈ જય બારોટની સ્કૂલમાં જઈને તેની સ્કૂલ ફિસ ભરી હતી ત્યાંના શિક્ષકે કીધું હતું કે અહીં જેના માતા કે પિતા ન હોય તેની અમે 50% સુઘી ફિ માફ કરી છે જેથી તેઓ પર વધારે બોજ ન પડે અને તેઓ ભણી શકે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.
અસ્મિતાબહેન તેના પુત્ર માટે ઘણું કઠિન કાર્ય કરી રહ્યા છે તે સવારના સાડા ચાર વાગે ઊઠે છે અને રાત્રે ૧૧ વાગે સુવે છે તે દરમિયાન ઘરનું કામ ત્યારબાદ સીવણ કામ કરી પૈસા કમાય છે તેમના પર અત્યારે ખૂબ જ તકલીફ આવી પડી છે પરંતુ તે હાર નથી માનતા તેમના પુત્ર માટે જેટલું કરી શકે છે તે કરે છે તે મહેનતુ છે તે માટે પોપટભાઈ ફાઉન્ડેશન તેમને ખૂબ જ મદદ કરી રહયું છે.