બોલીવુડમા માંના પાત્ર વિશે વાત કરવામાં આવે તો રીના લાગુ અને નીરુપા રોય આ બંનેના ચહેરા આંખ સામે સહજ ઉપસી આવે આ બંને અભિનેત્રીઓ એવી છે જેમને ઘણી ફિલ્મોમાં મા નું પાત્ર નિભાવ્યું છે અને માંના ગુણ ત્યાગ સમર્પણ આ બધા જ શબ્દોને પોતાના અભિનય દ્વારા ખૂબ જ સારી રીતે પડદા પર રજૂ કર્યા છે જો કે હાલમાં આ બંને અભિનેત્રીઓ આપણી વચ્ચે નથી રીમા લાગુ પોતાના જીવનના અંત સુધી અભિનય ક્ષેત્રમાં કાર્યરત હતા તેમના મૃત્યુના પહેલાં તેમને સ્ટાર પ્લસની એક ટીવી સિરિયલમા કામ કર્યું હતું જે બાદ અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું.
જો કે આ બે અભિનેત્રી સિવાય પણ બોલીવુડમાં એવી અનેક અભિનેત્રીઓ છે જેને માં ના પાત્રને પૂરેપૂરો ન્યાય આપ્યો હોય આજે અમે તમને આમની જ કેટલીક અભિનેત્રીઓની દીકરીઓ વિશે જણાવીશું માંના પાત્રને અનેકો વાર ભજવનાર અને ફિલ્મી પડદે માંના પાત્રને અમર બનાવનાર સૌથી પહેલી કોઈ અભિનેત્રી હોય તો એ છે નીરુપા રોય અભિનેત્રી નીરુપા રોયે અમિતાભબચ્ચનની અઢળક ફિલ્મોમા માનું પાત્ર ભજવ્યું હતું જો કે આ અભિનેત્રીની કોઈ દીકરી નહિ માત્ર બે દીકરા યશ અને કિરણ છે.
ત્યારબાદ અભિનેત્રી સુષ્મા શેઠે પણ ફિલ્મી પડદે માંના પાત્રને બહુ જ સારી રીતે નિભાવ્યું છે સુષ્મા શેઠે બિઝનેસમેન ધ્રુવ શેઠ સાથે લગ્ન કર્યા હતા આ અભિનેત્રીની ત્રણ દીકરીઓ છે જેમાંથી માત્ર એક દીકરી દિવ્યા શેઠ જ લાઇમ લાઇટમાં છે અને અભિનય ક્ષેત્રમાં આગળ કાર્યરત છે દિવ્યા એ જબ વી મેટ દિલ ધડકને દો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
વાત કરીએ સલમાનખાનની મોટાભાગની ફિલ્મો જેવી કે હમ સાથ સાથ હૈ હમ આપકે હૈ કોનમા માનું પાત્ર ભજવનાર રીમા લાગુ વિશે તો આ અભિનેત્રીને એક દીકરી છે જેનું નામ મ્રીણમય છે જો કે રીમા લાગુની આ દીકરી અભિનય ક્ષેત્રથી દુર રહેતી હોવાથી ક્યારેય પણ તેના વિશે વધારે માહિતી સામે આવી નથી.
આ સિવાય હિમાની શિવપુરી અને નમ્રતા શિરોડકર પણ ફિલ્મોમાં મા ના રોલમાં જોવા મળ્યા છે તમને જણાવી દઇએ કે અભિનેત્રી નમ્રતા શીરોડકર ને એક દીકરી છે સિતારા જ્યારે અભિનેત્રી હિમાની શિવપુરીના દીકરા વિષે તો સૌ કોઈ જાણે છે જેનું નામ કાત્યાયન શિવપુરી છે પણ તેમની દીકરી વિષે આજે કોઈ પણ જાણતું નથી અભિનેત્રી હિમાની શિવપુરી એ બોલીવુડમાં નેગેટિવ રોલ પણ ભજવ્યા છે અને એક સાસુ તરીકેના પાત્રમાં પણ તેમના એટલા જ વખાણ થયા છે જેટલા એક માંના પાત્રમાં થયા છે તેમની દીકરીની જોકે વાસ્તવિક દુનિયામાં કોઈ વાર ઉલ્લેમ જોવા મળતો નથી હવે તમે જણાવો આ બધા માં માઠી તમને ક્યાં માં ફિલ્મી જગત માં વધારે પસંદ આવ્યા છે જણાવો.