સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની રિલીઝ થયેલ ફીલ્મ લાઇગરને પહેલા દિવસે રીવ્યુ સામે આવ્યા છે અને રીવ્યુ એકલા બકવાસ છેકે સાંભળીને લોકોને ખુબ નિરાશા મળી છે લાઇગર ફિલ્મ આખરે બોયકોટની વધતી માંગ વચ્ચે આજે થિયેટરોમાં આવી ગઈ છે.
વિજય દેવેરાકોંડા આ એક્શનથી ભરપૂર ફિલ્મથી બોલિવૂડમાં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે અનન્યાએ આ સાથે સાઉથમાં પગ મૂક્યો છે દેશભરમાં દિગ્ગજ કલાકારો સાથે પ્રમોટ થઈ રહેલી ફિલ્મ લાઇગરને લઈને લોકોની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે વિજય દેવેરાકોંડા અને અનન્યાને.
દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે ઘણાને વિજય અને અનન્યાનો રોમાંસ પસંદ ન આવ્યો હાલમાં બૉલીવુડ પે ચર્ચા દ્વારા ફિલ્મ જોઈને આવતા લોકોના રીવ્યુ લેવામાં આવ્યા લોકોએ જણાવ્યું કે બકવાસ ફિલ્મ અન્ય એક યુઝરે કહ્યું બેકાર આ ફિલ્મને બાયકોટ કરવાની જરૂર નથી આમ પણ સાંજ સુધી પુરી રીતે બાયકોટ થઈ જશે.
સોસીયલ મીડિયામાં પણ કેટલાય યુઝરો એ ફિલ્મ જોયા બાદ લખ્યું ફિલ્મનો ફર્સ્ટ હાફ સારો છે અને રામ્યા કૃષ્ણનનું પાત્ર પણ શાનદાર છે ફિલ્મમાં દેવરકોંડાનો દેખાવ અને ફાઇટ સીન જોરદાર છે પરંતુ લવ ટ્રેક ખાસ નથી ફિલ્મ ભલે કહેવાતી સાઉથની પરંતુ સેમ બૉલીવુડ જેવી બનાવાઈ છે ફિલ્મને લઈને લોકો પોતાના અલગ અલગ રીવ્યુ આપી રહ્યા છે.