બૉલીવુડ એક્ટર ઉર્વશી રૌન્ટેલાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં હમણાં એક વિડિઓ શેર થઈ જેમાં તેમનું સ્વાગત ફક્ત એક યુવતી માળા લઈને કરતી જોવા મળી હતી તે વિડિઓ સામાન્ય હતો પરંતુ તે વિડિઓ બાદ ઘણા લોકોએ ઉર્વશીને ટ્રોલ કરી હતી ઉર્વશી બોલીવુડની એક માત્ર એવી એક્ટર છે જેઓ બૉલીવુડ ફિલ્મો સિવાય ઘણું બધું કરે છે.
ખુદને સૌથી વધુ બ્યુટી કોન્સેટ જીતવાનો દાવો કરનાર ઉર્વશી ખુદ પોતાના વિશે ખબરો છપાવે છે ઉર્વશીને લાગે છે તેનાથી વધુ ચાહવા વાળા દુનિયામાં કોઈ નહીં હોય ઉર્વશી કેટલાક દિવસો પહેલાજ મિસ યુનિવર્સ સ્પર્ધામાં જજ બની હતી લોકોને આ વાતની કોઈને જાણકારી ન હતી.
એટલા માટે ઉર્વશીએ ખુદ ઇન્સ્ટાગ્રામમાં મિસ યુનિવર્સને જજ કરતો એક વિડિઓ શેર કર્યો તેના બાદ હરનાજ સંધુ મિસ યુનિવર્સ બની ત્યારે પોતાના ઇન્સ્ટાગ્રામમાં રડતા વાળો વિડિઓ શેર કરી દીધો કારણ તેને એમ કે મીડિયા વાળો તો કોઈ બતાવશે નહીં કે મિસ યુનિવર્સ બનવા પર ઉર્વશી ઈમોશનલ થઈ ગયા હતા.
હવે થયું એવું મિસ યુનિવર્સ જીતીને હરનાજ જેવા મુંબઈ પહોંચી ત્યારે તેનું ખુબ સ્વાગત કરવામાં આવ્યું ઉર્વશીને લાગ્યું તેઓ મિસ યુનિવર્સની જજ બની હતી ત્યારે તેનું સ્વાગત તો વધુ થશે પરંતુ એવું ન થયું જયારે ઉર્વશી મુંબઈ પહોંચી ત્યારે તેની સાથે કોઈ ફોટો ખિંચાવનાર ન હતું ત્યારે એક યુવતી દોડીને આવી.
યુવતીએ ઉપરા ઉપરી બે માળા ઉર્વશીના ગળામાં નાખી દીધી હવે માળા એવી હતી કે શક પેદા થાય શું ઉર્વશીએ ખુદ પોતાની ટીમને કહીને માળા પહેરાવડાવી હશે હવે તમે ગમે તે વિચારી રહ્યા હોય પરંતુ એનો વિડિઓ પણ ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શેર કર્યો હતો.