Cli

લ્યો બોલો બોલીવુડમાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો એક્ટર પ્રાચી દેસાઈ સુંદર હતી એટલે તેને ફિલ્મમાંથી રિજેક્ટ કરી…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

તમે એટલા માટે રિજેક્ટ થાવ છો કારણ તમે સુંદર છો સાંભળીને અજીબ લાગ્યું ને પરંતુ અત્યારે બોલીવુડમાં નવું ચલણ ચાલી રહ્યું છે અને તેનો શિકાર થઈ છે પ્રાચી દેસાઈ અત્યાર સુધી બોલીવુડમાં રંગ રૂપ આકારને લઈને આરોપ લાગતા હતા પરંતુ પ્રાચી દેસાઈને એક ડાયરેક્ટરે એવું કહીને રિજેક્ટ કરી કે તેઓ.બહુ સુંદર છે.

બોલીવુડમાં આજકાલ ભેદભાવ વધી ગયા છે અને એક્ટરને રિજેક્ટ કરવાના હવે નવા નવા બાના વધી ગયા છે પરંતુ તેના વચ્ચે પ્રાચી દેસાઈને એ બોલીને હલચલ મચાવી દીધી છેકે તેઓ બહુ સુંદર દેખાય છેકે એટલે રિજેક્ટ થઈ ગઈ પ્રાચીએ પોતાના કરિયરની શરૂઆત 2006 થી ટીવી સિરિયલ કસમસે થી કરી હતી.

તેના બાદ પ્રાચીએ બોલીવુડમાં એન્ટ્રી કરી અને પહેલી ફિલ્મ રોક ઓનથી ધમાલ મચાવી દીધી તેના બાદ પ્રાચી અનેક ફિલ્મોમાં જોવા મળી પ્રાચીએ પોતાના કરિયર દરમિયાન સીધી સાદી યુવતીનું પાત્ર નિભાવ્યું હતું પરંતુ વેબસીરીઝ ફોરેન્સિકમાં તેઓ બિલકુલ અલગ પાત્રમાં જોવા મળી રહી છે પ્રાચીએ જણાવ્યું કે લોકો એમને એ રોલ માટે ફિટ માનતા ન હતા.

જયારે એવો રોલ હોતો ત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટર માનતા હતા કે મારો ચહેરો સ્વીટ છે અને સુંદર છે એટલે તેનું હું પણ શું કરું પ્રાચીએ કહ્યું કે એક ડાયરેક્ટરે મને નેગેટિવ રોલને લઈને ખુલા મંચમાં કહી દીધી કે તમને લાગતું નથી કે પ્રાચી આ રોલ માટે બહુ સુંદર છે એટલે ફિટ નથી ત્યારે પ્રાચીએ ડાયરેક્ટરને ધન્યવાદ આપતા ક્યુ ધન્ય છેકે તમે મારી સ્કિલ પર તો ડાઉટ નથી કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *