બૉલીવુડ એક્ટર આર માધવનના પુત્ર વેદાંત માધવને ફરીથી એકવાર પિતાનું માથું ઊંચું અને દેશનું ગૌરવ વધાર્યું છે હાલમાં વેદાંત માધવને ડેનિશ ઓપન 2022માં સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે આર માધવનના પુત્ર વેદાંતે 1500 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેમણે સિલ્વર મેડલ મેળવ્યો છે.
આ ખુશખબરી વેદાંતના પિતા આર માધવને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે બોલીવુડમાં તમે ખાસ કરીને જોતા હસો દરેક સ્ટારકિડ્સ ખુદને એક્ટર બનવા માટે લાઈનમાં લાગ્યા છે ખુદ પિતા પણ બાળકોને એક્ટર બનાવવા માંગે છે પરંતુ અહીં આર માધવને પુત્રને આ લાઈનથી અલગ રાખ્યો છે અને એજ પુત્ર દેશનું ગૌરવ વધારી રહ્યો છે.
આર માધવન પુત્ર વેદાંત માટે દેશ છોડીને અત્યારે દુબઈમાં સ્થાયી થયા છે પુત્ર પણ અત્યારે પિતા તથા દેશનું ગૌરવ વધારી રહ્યો છે વેદાંત પહેલા પણ સ્વિમિંગમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે સ્વિમિંગમાં વેદાંત ગોલ્ડથી બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂક્યો છે અને યુવા ચેમ્પિયનશીપમાં વિશ્વના વિવિધ ભાગોમાં ઘણા એવોર્ડ પોતાના નામે કરેલ છે.