ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખૂબ જ લોક ચાહના ધરાવતા ખજૂર ભાઈ ઉર્ફે નિતિન જાની પોતાના અભિનય સિવાય પરોપકારી સેવાભાવી કાર્યો થકી ગરીબ નિરાધાર અસહાય લોકોના દિલમા ભગવાનનો દરજ્જો ધરાવે છે જ્યાં કોઈ ના પહોંચે ત્યાં ખજુરભાઈ દુઃખીયાના બેલી બનીને પહોંચે છે તાજેતરમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં.
લાભુબેન સોલંકી નામના વિધવા નિરાધાર બહેન ની મદદે પહોચ્યા હતા ખજુર ભાઈને જોતા બહેન રડી પડ્યા હતા ખજૂર ભાઈએ તેમની સ્થિતિ જોઈતો એ પણ ભાવુક થઈ ગયા એમના પતિનું એક મહિના પહેલા દેહાંત થયું હતું દીકરી ધોરણ ત્રણમાં અભ્યાસ કરી રહી હતી મકાન જર્જિત હાલતમાં હતું જેમા આજુબાજુ મકાનોના સહારે.
ટુટેલા પતરાના સહારે લાભુબેન પોતાની દિકરી સાથે રહેતા હતા લાભુબેન રડતા રડતા કહેતા હતી કે હું 100 રૂપિયાની ડાળી કરીને મારી દીકરીનું ભરણપોષણ કરું છું ક્યારેક કામ નામ મળતા બંને ભૂખ્યા પણ સૂઈ જઈએ છીએ ચોપડામાંથી પાણી ટપકેછે તો અમે પથારી બાજુમાં કરી લઈએ છીએ ત્યારે આજુબાજુના લોકો પણ એકઠા થઈ ગયા હતા.
પાડોશી મહિલાએ જણાવ્યું હતું કે લાભુબેન આવ્યા ત્યારના દુઃખી છે એમને ક્યારેય સુખ જોયું નથી અને અમે પણ ભાઈ મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ એમ કહેતા એ પણ રડી પડ્યા અને કહ્યું કે અમે એનું મકાન બનાવી નથી શકતા પરંતુ આપ એની મદદ કરો તો તમે જ એના ભગવાન છો ખજૂર ભાઈએ મહિલા ના આશીર્વાદ.
લીધા અને કહ્યુંકે હું ભગવાન નહીં તમારો દીકરો છું અને તમે જીવો ત્યાં સુધી તમારા અનાજ કરિયાણાની વ્યવસ્થા હું કરીશ સાથે દીકરીને ભણાવવા માટે પણ હું મદદરૂપ બનીશ અને તત્કાલ મકાન બનાવવાની કામગીરી ખજૂર ભાઈએ ચાલુ કરી જુનો કાટમાળ આજુબાજુના લોકોના મદદ થી ઉતારીને નવા મકાન બનાવવાનો સામાન મંગાવ્યો મકાનની કામગીરી હાથ ધરી અને.
ઘરવખરી ની તમામ ચીજવસ્તુઓ સહીત ટોઈલેટ બાથરૂમ પણ બનાવી આપ્યું અને હંમેશા મદદરૂપ બનશે એવું વચન આપ્યૂ ખજુરભાઈ જ્યાં પણ પહોંચે છે ત્યાં આશ્ર્વાસન નથી આપતા પણ સીધા જ કામ કરેછે તે દરેક સમસ્યા પર ભાષણ નહીં પણ તત્કાળ નીકાલ લાવે છે આજે હજારો નિરાધાર ના મકાન ખજુર ભાઈ ની પરોપકારી લાગણીઓ ને કારણે ઉભા છે.