ટીના અંબાણી અને અનિલ અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીએ 20 ફેબ્રુઆરીના રોજ ત્રિશા શાહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા ત્યારે સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની કોકીલાબેન અંબાણીની લગ્ન સમયની કેટલીક સુંદર તસ્વીર સામે આવી છે જેમાં તેઓ એમના પૌત્ર અનમોલના.
લગ્નમાં જોવા મળી રહ્યા છે લગ્નમાં એમણે પૌત્રની નવી જોડી પર પ્રેમ વરસાવ્યો હતો લગ્નના દિવસે કોકિલાબેને પોતાના લુકને રિક્રેટ કર્યું હતું પૌત્ર અનમોલનાં લગ્નમાં કોકિલાબેને સુંદર સાડીમાં જોવા મળ્યા હતા જેમના સાથે એમણે સ્ટેટમન્ટ ડાયમંડનો હાર પણ પહેર્યો હતો એમણે પોતાના લુકને લાલ બિંદીથી પૂરું કર્યું હતું.
તેના પહેલા એમણે આ સાડીને અર્જુન કોઠારીના પ્રિવેડિંગ ફંક્શનમાં પણ પહેરેલ જોવા મળ્યા હતા પરંતુ એ સમયે એમણે મોંઘા નેકપીસ અને ઇયરિંગ પહેર્યા હતા પોતાના લગ્નમાં ત્રિશાએ લાલ રંગનો લેંઘો પહેર્યો હતો જેને અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો હતો જયારે એમના દુલ્હે ક્રીમ રંગની શેરવાની પહેરી હતી.