સલમાન ખાન બહુ મજબૂત દિલ વાળા એક્ટર છે એમની આંખોથી જલ્દી આંશુ નથી નીકળતા પરંતુ આ વખતે આઈફા એવોર્ડમાં સલમાને જે કહાની સંભળાવી તેને સંભળાવતા એમની આંખોમાંથી આંશુ નીકળી ગયા સાથે ત્યાં બેઠેલ હજારો લોકો પણ ભાવુક થઈ ગયા સલમાનને આઈફા એવોર્ડમાં વાત કરતા.
જણાવ્યું કે ફિલ્મ મૈને પ્યાર ક્યુ કિયા બાદ તેઓ મહિનાઓ સુધી બેરોજગાર રહ્યા અને એ બતાવતા સલમાન રડી પડ્યા સલમાને કહ્યું ફિલ્મ મૈને પ્યાર કિયા રિલીઝ બાદ ભાગ્યશ્રી એ નિર્ણય લીધો કે તેઓ હવે કામ નહી કરે કારણ તેઓ લગ્ન કરવા માંગતી હતી અને તેઓ પૂરું ક્રેડિટ લઈને ચાલી ગઈ 6 મહિના સુધી મારી જોડે કોઈ ફિલ્મ કે કામ ન હતું.
ત્યારે એક દેવતા સમાન માણસ રમેશ દોરાની મારા જીવનમાં આવ્યા મારા પિતાએ એ સમયે 2 હજાર રૂપિયા આપ્યા અને પ્રોડ્યુસર જીપી સિપ્પીને કહ્યું કે તેઓ એક ફિલ્મ મેગેજીનમાં જૂઠી જાહેરાત કરી દે એમણે મને એક ફિલ્મમાં સાઈન કર્યો છે જીપીએ એવું જ કર્યું પરતું રિયલમાં કોઈ ફિલ્મ ન હતી પરંતુ ત્યારે રમેશ દોરાની.
જીપી સિપ્પીની ઓફિસે ગયા અને ફિલ્મ મ્યુઝિક માટે 5 લાખ રૂપિયા આપ્યા એ પાંચ લાખ બાદ મને ફિલ્મ પથ્થર કે ફૂલ મળી આટલું બોલતા જ સલમાન ભાવુક થઈ ગયા તેના શિવાય સલમાને જણાવ્યું કે એક સમયે મારી જોડે પૈસા ન હતા એકવાર એક શોપમાં સલમાન એક પાકીટ અને શર્ટ જોઈ ગયા તેઓ એ ખરીદવા માંગતા હતા.
પરંતુ પૈસા ન હતા ત્યારે સુનિલ શેટ્ટીને ખબર પડી ગઈ એટલે એ શર્ટ અને પાકીટ સલમાનનેં ગિફ્ટ કર્યું હતું વધુમાં સલમાને જણાવ્યું કે જયારે એમનો સમય ખરાબ હતો ત્યારે એમને બોની કપૂરે વોન્ટેડ જેવી ફિલ્મ આપીને એમની મદદ કરી હતી એટલે જ સલમાન અત્યારે કોઈને મદદ કરવામા પાછી પાની નથી કરતા.