સોસીયલ મીડિયા એવી તાકાત બની ગઈ છેકે કોઈ પણ માણસને રાતોરાત સ્ટાર બનાવી દેછે પરંતુ શું સ્ટાર બન્યા પછી કોઈ ગરીબ માણસની કિસ્મત બદલાય છે અહીં આ વાતનો જવાબ તમને કચ્ચા બદામ ફેમ ભુપન બડયાંકરની હાલત જોઈને ખબર પડી જશે ત્રણ મહિના પહેલા ભુપનનો કચ્ચા બદામ વિડિઓ વાઇરલ થયો હતો.
તે ગીતની ધૂમ અત્યારે પણ મચેલી જોવા મળે છે પરંતુ આ ગીતથી મશહૂર થયેલા ભુપનની હાલત પહેલા હતી એવી હાલત અત્યારે એવીજ છે ભુપણ પશ્ચિમ બંગાળના દુગરાજપુરના એક ગામાં રહેછે આ ગામના નથી પાકો રસ્તો કે નથી પાક્કા મકાન ગામની વચ્ચે માટીની દીવાલથી બનેલ ભુપનનું ઘર છે ઘર ઉપર ઘાસ ઢાંકેલું છે.
ઘરના ઘણા લોકો મજૂરી કરિને પોતાનું ગુજરાન ચલાવે છે ભુપન સીંગ વેચીને પોતાનું ગુજરાન ચલવે છે એમણે ગીત ગાઈને સીંગ વેંચતા હતા કારણ લોકો એમના તરફ આકર્ષિત થાય અને સીંગ ખરીદે પરંતુ કોઇએ ભુપનનો એ વિડિઓ સોસીયલ મીડિયામાં મુકેલ વાઇરલ થઈ ગયો જેના બાદ ભુપનના કેટલાક ગીત સ્ટુડીઓમાં બનાવવામાં આવ્યા.
પરંતુ એક મહિના પહેલા કચ્ચા બદામ એક કંપનીએ ગવરાવ્યું હતું એ ગીત 50 મિલિનયથી વધુ વ્યુ મળ્યા છે છતાં હજુ એમને એકપણ રૂપિયો નથી આપ્યો તેના શિવાય કેટલાય લોકોએ ભુપન જોડે ગીતો ગવરાવીને કરોડો રૂપિયા છાપ્યાં પરંતુ એમણે પણ ભુપનને એકપણ રૂપિયો ન આપ્યો ભુપન ભણેલા ન હોવાથી.
ગરીબ હોવાથી એમનો હક નથી જાણતા એમના ગીતોથી લોકો કરોડોની કમાણી કરી રહ્યા છે પરંતુ ભુપનની જે હાલત પહેલા હતી એ આજે પણ છે આજે પણ ભુપન એજ ગરીબીમાં એમના પરિવાર સાથે રહે છે તેઓ આજે પણ બે ટકની રોટલી માટે મગફળી વેચી રહ્યા છે અને બીજી બાજુ એમના ગીતોથી લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.