સાઉથ સુપરસ્ટાર અભિનેતા વેન્કેટેસ ડઘુબત્તી એ સાલ 1986 થી લઈને 2022 સુધી પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત તેમને 11 વર્ષની ઉંમરે થી કરી હતી સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી લઈને બોલીવુડ ફિલ્મો સુધી તેમને ખૂબ જ સફળતા મેળવી.
પોતાના ફિલ્મી કેરિયરની બોલીવુડમાં શરૂઆત તેમને કરિશ્મા કપૂર સાથે ફિલ્મ અનારીથી કરી હતી જે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી અને તેમના અભિનયની પણ પ્રશંસા લોકોએ ખૂબ જ કરી હતી ત્યારબાદ ફિલ્મ તકદીર વાલા જે ફિલ્મ પણ બોલિવૂડ માં ખુબ સફળ સાબીત થઈ હતી.
વેન્કેટેસ નો જન્મ 1960 માં આંધ્રપ્રદેશ માં થયો હતો પોતાની 13 વર્ષ ની ઉંમર ફિલ્મ પ્રેમનગર માં બાળ કલાકાર તરીકે અભિનય કરી સાઉથ ફિલ્મો માં આવનાર સમયમાં સુપરસ્ટાર બન્યા આજે પણ તેઓ ઘણી બધી ફિલ્મો માં અભિનય કરી રહ્યા છે અને તેમને 5 થી વધુવાર ફિલ્મ ફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેઓ આવનાર સમયમાં ફરી બોલીવુડ માં સલમાન ખાન સાથે ફિલ્મ ભાઇજાન માં આવી રહ્યા છે આ ફિલ્મ ને લીધે તેઓ લાઈટમ લાઈટ માં છવાયા છે ફિલ્મ ની કહાની પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે જેમાં સલમાન ખાન સાથે તેઓ લીડ રોલમાં જોવા મળશે તેવી ખબરો સામે આવી રહી છે.