થોડા દિવસ પહેલા રિલીઝ થયેલ ફિલ્મ એનિમલ તો તમને યાદ હશે જ. એક તરફ દર્શકોમાં થિયેટર નો ક્રેઝ ઘટી રહ્યો છે. એવામાં એનિમલ ફિલ્મે પોતાના કોન્સેપ્ટ અને બોલ્ડ સીન ને કારણે લોકોમાં ખૂબ ચર્ચા ઊભી કરી છે. આ જ કારણ છે કે આ ફિલ્મે માત્ર ૧૯ દિવસમાં ખૂબ જ સારી કમાણી કરી છે.
સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ અપેક્ષા કરતા વધુ કમાણી કરે ત્યારે એ ફિલ્મના કલાકારો ની ફી ને લઈને આપણા મનમાં ઉત્સુકતા ઊભી થતી જ હોય છે. જો તમારા મનમાં પણ આવી કોઈ ઉત્સુકતા ઊભી થઈ હોય અને તમે જાણવા માંગતા હોય તો આજનો આ લેખ તમારી માટે જ છે.
એ તો તમે જાણતા જ હશો કે એનિમલ ફિલ્મમાં સૌથી વધુ ચર્ચા અભિનેત્રી તૃપ્તિ ડીમરી ની થઈ છે. રણબીર કપૂર સાથેના તેના બોલ્ડ સીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જોકે વાત કરીએ તેની ફી વિશે તો તેને આ ફિલ્મમાં માત્ર ૫૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે વાત કરીએ અભિનેતા અનિલ કપૂરની ફી વિશે તો આટલા સમય બાદ ફિલ્મોમાં પરત ફરવા છતાં તેમને ૨૫૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
આ સિવાય વાત કરીએ ફિલ્મની મુખ્ય અભિનેત્રી રશ્મિકા મંદાના ની ફી વિશે તો તેને આ ફિલ્મમાં કામ કરવા માટે ૪ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. વાત કરીએ બોબી દેઓલ વિશે તો બોબી ને પણ ૪ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જો કે તેમને માત્ર ૧૫ મિનિટના રોલ માટે જ આટલા પૈસા આપવામાં આવ્યા છે.એનિમલ ફિલ્મમાં સૌથી વધુ ફી વાત કરીએ તો સૌથી વધુ ફી રણબીર કપૂરને આપવામાં આવી છે. તેમને આ ફિલ્મ માટે ૭૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. વાત કરીએ ફિલ્મના ડાયરેક્ટર અને રાઇટર વિશે તો આ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી હાલ સુધીમાં ફિલ્મથી ૨૦૦ કરોડ કમાય ચૂક્યા છે.