આજના યુગમાં ભલે આપણી વિચારસરણી ગમે તેટલી મોડર્ન થઈ ગઈ હોય . તેમ છતાં લગ્ન બાદ દંપતીને બાળકના રહેતા આજે પણ સૌથી પહેલા પત્નીમાં ખોટ હોવાનું વિચારવામાં આવે છે , એટલું જ નહિ કેટલાક પરિવારમાં આજે પણ બાળક અંગે સમસ્યા ઊભી થતા માત્ર સ્ત્રી ની જ તપાસ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. જો કે આ તમામ વાતો તમે જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે પુરુષની અમુક આદતો ને કારણે પણ બાળક ન થવાની સમસ્યા આવી શકે છે? આજના આ લેખમાં અમે તમને એવા જ કેટલાક કારણો જણાવવાના છીએ સાથે જ તે વિશે ડોકટર નું મંતવ્ય પણ જણાવવાના છીએ.
એ તો સૌ કોઈ જાણે છે કે બાળક રહેવા માટે સ્ત્રી ના વીર્ય અને પુરુષના વીર્યનું મિલન થવું જરૂરી હોય છે. પરંતુ ઘણીવાર પુરુષોમાં શુક્રાણુ ઓછા બનવાના કારણે આ શક્ય બનતું નથી અને બાળક રહેતું નથી.કેટલાક ને જાણ હશે અને કેટલાક આ વાતથી અજાણ હશે કે પુરુષોની અમુક આદતોને કારણે આ શુક્રાણુની સંખ્યા ઓછી બનતી હોય છે.
આ આદતોમાંથી અમુક : માવો, મસાલો ખાવો, દારૂ પીવું જોકે આ સિવાય ટીબી કે થાઇરોઈડથી પણ બાળક રહેવામાં સમસ્યા ઉદભવે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર માતા કે પિતામાંથી કોઈને ટીબી હોય અથવા મહિલાના ગર્ભમાં કોઈ રીતે ટીબીના કણો પહોંચી જાય છે તો તેનાથી બાળકને રોગ થાય છે, સાથે જ તે ગર્ભની નળી બ્લોક થઇ શકે છે. જેને કારણે પણ બાળક રહી શકતું નથી. થાઈરોઈડ અંગે વાત કરીએ તો ડોકટરના જણાવ્યા અનુસાર થાઈરોઈડ એ બાળકના મગજના વિકાસમાં ભાગ ભજવે છે તેથી પ્રેગનેંસી માટે પ્રયત્ન કરતા પહેલા થાઈરોઈડનું નિદાન કરવું તેને કાબૂ કરવો જરૂરી છે.