ગણેશોત્સવનો તહેવાર બોલીવૂડ સેલેબ્રિટીઝ માટે ખાસ હોય છે. દર વર્ષે જેમ અર્પિતા ખાન અને તેમના પતિ આયુષ શર્માના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના થાય છે, એમ જ આ વર્ષે પણ ઘરમાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો.
આ પ્રસંગે સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને પરિવારના વડા સલીમ ખાન પણ હાજર રહ્યા. પરિવાર સાથે મળીને સૌએ ગણપતિ બાપ્પાની આરતી ઉતારી અને ભક્તિભાવે પ્રાર્થના કરી.આ વિડીયોઝ અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે,
જેમાં સલમાન પોતાના પરિવાર સાથે ખૂબ જ સરળ અંદાજમાં આરતી ઉતારતા જોવા મળે છે. ચાહકોને આ નજારો ખુબ જ ગમ્યો અને કોમેન્ટ્સમાં “ખાન પરિવારની એકતા”ની પ્રશંસા કરી.અર્પિતા અને આયુષ દર વર્ષે ભવ્ય રીતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે,
જ્યાં ઘણા બોલીવૂડ સેલેબ્રિટીઝ પણ દર્શન કરવા આવે છે. ગણેશોત્સવની આ પરંપરા હવે ખાનોના પરિવાર માટે એક મોટું આધ્યાત્મિક ઉજવણી બની ગઈ છે.