Cli
નજર લાગે તેવું મસ્ત ઘર ખજુરભાઈ એ માત્ર ત્રણ દિવસમાં વૃદ્ધ માજી માટે બનાવ્યું, અને જાતિવાદ પર મોટી વાત કરી...

નજર લાગે તેવું મસ્ત ઘર ખજુરભાઈ એ માત્ર ત્રણ દિવસમાં વૃદ્ધ માજી માટે બનાવ્યું, અને જાતિવાદ પર મોટી વાત કરી…

Breaking

ગુજરાતી ફેમસ કોમેડિયન અને લોકસેવાના કાર્યો કરી ને ખુબ લોકપ્રિયતા ધરાવતા નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ ત્રણ દિવશ પહેલાં અમરેલીના બાબરા ગામે પહોંચ્યા હતા અને ત્યાં શાંતુબેન દેવીપુજક જે વૃદ્ધ નિરાધાર માજી હતા તેમની દયનીય સ્થિતિ જોઈને ખજૂર ભાઈએ તેમના રહેવા માટેની વ્યવસ્થા કરી કરવા માટે કાચું મકાન જે જર્જર હાલતમાં હતું.

તેને પાડીને નવુ મકાન બનાવવાની કામગીરી હાથ ધરી હતી તેમને ત્રણ જ દિવસમાં શાંતુ બેન દેવી પુજક માટે મકાન બનાવી આપી તેમાં લાઈટ ફિટીગં પેઈન્ટ કરાવીને ટોઇલેટ બાથરુમ જેવી તમામ સગવડો કરીને તેમાં તીજોરી પલંગ ગાદલા જેવી જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓને મકાનમાં સમાવી હતી એ દરમિયાન ખજૂરભાઈ આ વૃદ્ધ નિરાધાર.

માજી પાસે પહોંચ્યા હતા ગામમાં ભવ્ય ખજૂર ભાઈનું નાની દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં મકાનના વાસ્તુ પૂજનમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા આ સમયે માજીના હાથે રીબીન કપાવીને આશીર્વાદ લેતા ખજૂર ભાઈએ મકાનમાં પૂજા કરીને જણાવ્યું હતું કે હું ટોયલેટ અને બાથરૂમ કોઈપણ જગ્યાએ.

પહેલા બનાવુંછું હું સ્વછતા માં ખૂબ જ માનું છું માજી નો પહેલો આગ્રહ હતો કે ટોયલેટ જરૂર બનાવજો આ માટે ટોયલેટની સગવડ પણ કરી આપી છે સાથે બહાર આવીને ગામ લોકોની હજારોની મેદની ને સંબોધન કરતા એમને જણાવ્યું હતું કે સમાજ સમાજ ના કરતા આપણે બધા જ સમાજને ભેગા લઈને આગળ વધીશું તો ગુજરાત બેસ્ટ બનીને આખી દુનિયામાં.

પહેલા નંબર પર પહોંચી જશે તમામ યુવાનોને હું કહું છું કે જ્ઞાતિવાદમાં આપણે ક્યારેય પડવાનું નથી આજે હું જે કાંઈ પણછું તે તમામ જ્ઞાતિઓના સપોર્ટના કારણે છું આ તમારા લોકોનો સપોર્ટછે આ 224 ઘર જે થયા છે એમાં દરેક સમાજના ઘર બનાવેલા છે આપણે યુવાપેઢીને બધા સમાજોને સાથે લઈને ચાલવાનું છે અને બાબરા ની જનતાને.

હું જણાવવા માગું છુંકે શાંતુબેન દેવીપુજકનું જે મકાન બનાવ્યું છે તેમાં તમામ પ્રકારની વ્યવસ્થા અમે કરી છે પરંતુ વડીલો છે વૃદ્ધો છે તેને પૈસાની જરૂર નથી પણ તમારો લોકોના પ્રેમની જરૂર છે તમે અહીં આવશો તેમને નાનું મોટું જમાડશો તો તેમનો આત્મા રાજી થશે સાથે એમને જણાવ્યું હતું કે માજીનું મકાન બનાવવામાં તમામ લોકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે.

આજે યુવાનો છે તેમને નિસ્વાર્થ ભાવે મહેનત કરી છે રાત દિવશ મારી સાથે રહીને એમ જણાવતાં એ યુવકોએ ખજુર ભાઈ સાથે સેલ્ફી લીધી અને બધા યુવાનોએ ખજુર ભાઈ ને ભગવાન કેદારનાથની એક તસવીર ભેટ આપી આ સમયે માંજી એ ખજૂર ભાઈ ના માથે હાથ મૂકીને કહ્યું કે માતાજી તને ખૂબ જ બરકત દે બેટા તે રાત દિવસ મહેનત કરીને મકાન બનાવ્યું છે.

એ સમયે ખજૂર ભાઈએ જણાવ્યું હતું કે ઘણા બધા લોકો મને એમ કહે છે કે તમે ત્રણ દિવસમાં કેવી રીતે મકાન બનાવો છો તો અમે ત્રણ દિવસ સુધી સતત રાત દિવસ કામ કરીએ છીએ અમે આ દિવસોમાં પોતાના ઘેર પણ જતા નથી અને જ્યાં મકાન બનાવીએ છીએ ત્યાં જ રહીએ છીએ અને ઘણા લોકોને એમ થતું.

હશેકે આ ત્રણ દિવસમાં મકાન ઉભુ કરેછે તે પડી નહિ જતું હોય ને અરે આ ઘરને 200 વર્ષ સુધી કંઈ નહીં થાય અને થાય તો મારું નામ બદલી નાખજો અને લોકોને મારી વિનંતીછે હું સાક્ષી છુંકે તમે 10 રૂપિયા કોઈ ગરીબ પાછળ વાપરો છો તો તમને દસ ઘણું મહાદેવ ઈષ્ટદેવ આપશે ગરીબ જરૂરિયાતમંદો ની મદદ કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *