ગુજરાતી પ્રસિદ્ધ કોમેડીયન અને સેવાભાવી કાર્યો થકી ગુજરાત માં ખુબ મોટું નામ ધરાવતા ખજૂર ભાઈ અવારનવાર ગરીબ બેસહારા નિરાધાર લોકોને પાક્કા મકાનો બનાવીને એમને આશરો આપીને લોકસેવાના કાર્ય કરેછે આ વચ્ચે એમને માહીતી મળી હતી કે માણાવદરના વૃદ્ધ 85 વર્ષીય દેવધનભાઈ બારોટ અને.
એમના ધર્મપત્ની જેવો એક કાચા મકાન માં રહેતા હતા અને દિવાલ ઘસી પડતા બંનેને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી સારવાર હેઠળ હતા બંને પગે બે ઓપરેશન કરાવેલા હતા પરંતુ અમની ખબર અંતર પૂછવા માટે કોઈપણ એમના સગા વાલા આવ્યો નહોતા જે ખરેખર દુઃખની બાબત હતી.
ખજૂર ભાઈએ એમની મદદ એ પહોંચી અને તેમનું પાકું મકાન બનાવી દીધું હતું સાથે ટીવી ફ્રીજ કુલર સોફા બેડ જેવો તમામ ઘરનો સામાન પણ નવો લાવીને આપ્યો હતો બંને વૃદ્ધ દાદા દાદીની સાથે હોસ્પિટલ થી ખજૂર ભાઈ આ ઘરની પુજા માટે પહોંચ્યા હતા ગ્રામજનો દ્વારા એમનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
લોકો ખજૂર ભાઈને આશીર્વાદ આપતા હતા ખજૂર ભાઈને આશીર્વાદ આપતા દાદા દાદી રડી પડ્યા હતા કે દીકરા તારા જેવા દીકરાઓ ભગવાન બધાને આપે જે આવા પરોપકારી લોકહિતના કાર્યો કરેછે આ દરમિયાન ખજૂર ભાઈએ મકાનનું વાસ્તુ પૂજા કરીને મંદિરની સ્થાપના કરી ભગવાનનું.
જયકારો બોલાવીને લોકોને પણ આહવાન કર્યું કે ગરીબ નિરાધાર વૃદ્ધ લોકોની સેવા આપી પણ કરો જેથી ગુજરાતી ધરતી પર ગરીબીનો નાશ થાય અને લોકો સુખમય જીવન પસાર કરી શકે દરીયા માંથી ખોબો ઓછો થાય તો દરીયાને ફરક ના પડે પડે જેની તરસ છીપાય એ માવડીઓ ધરીને આર્શીવાદ આપે.