કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને લઈને હમણાં મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કહેવાય રહ્યું છેકે આ સ્ટાર કપલ 7 થી 9 ડિસેમ્બર વચ્ચે રાજસ્થાનમાં લગ્નનું બંધ બાંધશે પરંતુ મુદ્દાની વાત અહીં કેટરરીના અને વિકી દ્વારા લગ્નની કોઈ જાહેરાત કરવામાં આવી નથી જયારે મીડિયામાં અલગ અલગ ખબરો .જોવા મળે છે.
મીડિયા રિપોર્ટ મુજબ કેટરીના અને વિકી કૌશલ રાજસ્થાનના રણથંભેરમાં 45 હોટેલ બુક થઈ ગયી છે અહીં બુકીંગ કરવામાં આવેલ હોટેલમાં આવનારા મહેમાનો માટે છે કારણકે કે લગ્નનું ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે જણાવા મળ્યું છેકે અન્ય હોટેલ બુકીંગ નથી કરતી કારણકે બધી સેવા આ હોટેલ પુરી પાડશે.
અહીં કેટરીના કૈફ અને વિકી કૈશલ લગ્નની તૈયારીઓ ધામધૂમથી કરી રહ્યા છે બધી ખરીદી પણ થઈ ગઈ છે પરતું હજુ સુધી મીડિયા સમક્ષ કબૂલી નથી રહ્યા કે તેઓ લગ્ન કરી રહ્યા છે અહીં બંનેના લગ્ન મીડિયાથી છુપા કરવામાં આવશે જણાવી દઈએ ઈન્ડસ્ટ્રીઝમાં હજુ સુધી કોઈને આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી.