અત્યારે હમણાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં કઠલાલના જાણીતા સિંગર જયેશ સોઢા જેઓ ગીતો ગઈ રહ્યા હતા અને એમની બાજુમાં સાથી ડાંસર પણ હતા સાથી ડાંસર જોડે ન કરવાની હરકતોમાં ડાન્સ કર્યો હતો તેથી આ વિડીઓનો આમ જનતાએ વિરોધ નોંધાવ્યો હતો.
આ વિડિઓને લઈને કેટલાક જાગૃત યુવાઓએ વિડિઓનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં લોકોનું કહેવું હતું કે સ્ટેજના લાઈવ પ્રોગ્રામમાં એવું કરવું યોગ્ય નથી જ્યાં દરેક બહેન દીકરી જોઈતા હોય અને આવી હરકતો કરવી યોગ્ય ન કહેવાય તેને લઈને સિંગરને ફોન કરીને એવું ન કરવા માટે સમજાવ્યા હતા.
અહીં સિંગર ઉપર અસંખ્ય ફોન આવતા સિંગરે જાહેરમાં માફી માંગી હતી અને ફરીથી બીજી વાર એવું નહી થાય તેની પણ ખાત્રી આપી હતી આ માફી માંગતો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થતા લોકોએ બીજી વાર ભૂલ ના કરવાનું પણ કહ્યું છે જાગૃત લોકોનું કહેવું છે સંસ્કૃતિને સાચવીને રાખવી હોય તો જાહેર પ્રોગ્રામમાં આવી હરકતો કરવી યોગ્ય નથી.