આર્યનના કેસને લઈને આટલી દલીલો થવા છતાં ૨૦ ઓક્ટોબરે કોટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી જે બાદ આર્યન હાલમાં જેલમાં છે. ત્યારે આ કેસમાં એક નવો વળાંક લેતા તપાસ અધિકારીઓ ગઈ કાલે અભિનેત્રી અનન્યા પાંડેને ઘરે પહોચ્યા હતા જ્યાં તેને ઓફિસ પર હાજર રહેવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
આ બાબતને લઈને અનન્યા ને તો પહેલા જ દિવસે નુકશાન થવાની શરૂઆત થઈ ગઈ હતી પરતું હાલમાં ખબર આવી રહી છે કે અભિનેત્રી અનન્યાને કારણે કરણ જોહર ને પણ કરોડો રૂપિયા નું નુકશાન થવાની શક્યતા છે એ વાત તો દરેક જાણ જાણે જ છે કે અનન્યા કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ૨ફિલ્મ દ્વાર બોલીવુડમાં પગલાં માંડી ચૂકી છે.
આ ફિલ્મ બાદ તે કરણ જોહરની ફેવરિટ બની ગઈ છે કરણની આવનારી બે ત્રણ ફિલ્મોમાં પણ અનન્યા કામ કરી રહી છે એક ફિલ્મમાં અનન્યા દીપિકા પાદુકોણ સાથે કામ કરવા જઈ રહી છે જ્યારે બીજી ફિલ્મ સાઉથના જાણીતા અભિનેતા સાથે લાઈગર ફિલ્મમાં પણ જોવા મળવાની છે.
ત્યારે અચાનક આ રીતે અનન્યા પર અધિકારીઓની તપાસ અને પૂછપરછના કારણે કરણ જોહરની મુસીબતો આવનારા સમયમાં વધવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે લાઇગર ફિલ્મના ડાયરક્ટર પૂરી જગન્નાથને પણ સાઉથના અધિકારીઓ દ્વારા એક જૂના કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.
નોંધ: અહિયાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટના આધારે લેવામાં આવે છે અમારું ન્યુજ ગ્રૂપ ક્યારેય ઇચ્છતું નથી કે અમારા દ્વારા કોઈને પણ માનહાનિ થાય અમે ક્યારેય કોઈ સ્ત્રોત વગર કામ કરતાં નથી આથી ધ્યાન રાખવું અને કોઈને અમારી આ માહિતી પર શંકા હોય તો કમેંટ અને ઇનબોક્સ દ્વારા જણાવી શકે છે અમે જરૂર તમારા અભિપ્રાયને માન આપીશું અને એના પર કામ કરીશું.