કપૂર પરિવારના નવા શો ‘ડાઇનિંગ વિથ દ કપૂર્સ’માંથી આખરે કેમ કપાઈ ગઈ મોટી વહુ આલિયા ભટ્ટ? જ્યારે પરિવારમાંના બધા જ સભ્યો—બેટા, દીકરીઓ, દામાદ—શોમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે મોટી વહુ આલિયા પાછળ કેમ રહી ગઈ? શું કારણ છે કે કપૂર પરિવરના આ શોમાં મોટી વહુ આલિયાની ઝલક પણ જોવા નહીં મળે? આ વાત જાણીને ફેન્સ પણ ચોંકી ગયા છે.કપૂર્સ એ બૉલીવુડનું જાણીતું પરિવાર છે,
જે પોતાની રોયલ્ટી અને મહેમાનનવાજી માટે પ્રસિદ્ધ છે. બહારની દુનિયા તેમના વિશે બહુ જાણે છે, પરંતુ પરિવારની અંદરની વાતો, બાળપણની યાદો અને જૂના કિસ્સા બહુ ઓછા લોકોને ખબર હોય છે. આ બધું સામાન્ય રીતે ફક્ત તસવીરોમાં જ જોવા મળે છે.
પરંતુ હવે આ તસવીરોને હકીકતમાં જોવા માટે આખો પરિવાર તૈયાર છે.Netflixના નવા શો ‘ડાઇનિંગ વિથ દ કપૂર્સ’ મારફતે ફેન્સને કપૂર પરિવારની અંદરની દુનિયા જોવા મળશે. અત્યાર સુધી જે કિસ્સાઓ મેગેઝીન અને અખબારમાં વાંચતા આવ્યા હતા, હવે ફેન્સ તે બધું નાના પડદા પર જોઈ શકશે. સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત પરિવારને નજીકથી જોવા લોકોમાં ઉત્સાહ વધારે છે.
આ ડોક્યુ-સિરીઝને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. શોનું પોસ્ટર અને પહેલી ઝલક બહાર આવ્યા પછી ફેન્સ તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ પોસ્ટર સામે આવ્યા બાદ એક પ્રશ્ન સૌને સતાવવા લાગ્યો છે — જ્યારે બધાને પોસ્ટરમાં સ્થાન મળ્યું, ત્યારે મોટી વહુ આલિયા ભટ્ટ ક્યાં છે? ટીઝરમાં તેમની એક પણ ઝલક નથી, જેના કારણે ચર્ચાઓ વધી ગઈ છે.હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. રીના જૈનના પુત્ર અને આ ડોક્યુ-સિરીઝના મેઇકર અર્માન જૈને આ મુદ્દે ચુપ્પી તોડી છે.
તેમણે જણાવ્યું કે આલિયા શોમાં દેખાઈ નથી તેની પાછળનું સાચું કારણ શું છે. અર્માન મુજબ આલિયા શૂટિંગ પહેલા જ તેમની કામની કમિટમેન્ટ્સમાં વ્યસ્ત હતી. તેમણે કહ્યું કે રાજ કપૂર સાહેબ કહેતા તેમ — કામ જ પૂજા છે. દરેક ફંક્શનમાં એવું જ થાય છે, ક્રિસમસ હોય કે દિવાળી—ક્યારેક કોઈને કામની કારણે ભાગ લઈ શકાતો નથી અને પરિવાર તેની મંજૂરી પણ આપે છે.શો ની ડાયરેક્ટર સ્મૃતિ મુન્દ્રાએ પણ આ વાતને સમર્થન આપ્યું. તેમણે જણાવ્યું કે આ પરિવાર કામને લઈને ખૂબ જ પ્રતિબદ્ધ છે.
બધાને એકસાથે લાવવાનો પ્રયાસ થાય છે, પરંતુ ક્યારેક કોઈ કામના કારણે નહીં આવી શકે—અને તે સ્વીકાર્ય છે.તો હવે સ્પષ્ટ થયું કે આલિયા ભટ્ટ શોમાં નથી એ પાછળ કોઈ વિવાદ નહીં પરંતુ માત્ર તેમની કામની કમિટમેન્ટ્સ છે. આલિયાએ ભલે શૂટિંગમાં ભાગ ન લીધો હોય, પરંતુ તેમણે Instagram સ્ટોરી પર શોને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો છે અને પ્રોમોટ પણ કર્યો છે.