સિંગર કનિકા કપૂર 42 વર્ષની ઉંમરમાં બીજીબાર દુલહન બનવા તૈયાર છે કનિકાના લગ્નના પ્રસંગો શરૂ થઈ ગયા છે હાલમાં જ તેની મહેંદી પ્રસંગ યોજાયો જેમાં કનિકા ખુશ જોવા મળી કનિકા પોતાના લંડમના રહેતા બોયફ્રેન્ડ ગૌતમ સાથે ફેરા લેશે મહેંદી પર તેમની અને એમના થનાર પતિની ખાસ બોન્ડિંગ જોવા મળી.
બંને આ સબંધથી કેટલા ખુશ છે એતો તમે એમના ચહેરાની મુસ્કાન જોઈને જાણી શકો છો કનિકા અને ગૌતમ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા બહુ વિચાર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો કનિકાના તેના પહેલા લગ્ન લંડનના બિઝનેસમેન રાજ ચંદોક સાથે થયા હતા એમના ત્રણ બાળકો છે.
કનિકા અને રાજના 2012 માં છૂટાછેડા થઈ ગયા હતા કનિકા ગૌતમ સાથે લગ્નને લઈને વિચારમાં હતી કારણ કે તેના પર પહેલાથી જ ત્રણ બાળકોની જિમ્મેદારી છે કનિકા ઇચ્છતી ન હતી કે તેઓ લગ્નમાં ઉતાવળ કરે એટલે એમણે આ મામલે ખુલીને વાત કરી પછી મન માનતા જ તેઓ આ લગ્ન માટે તૈયાર થઈ.
આ લગ્નમાં સામેલ થવા માટે કનિકાના ઘરવાળા ભારતથી લંડનમાં પહોંચી ગયા છે અને આ લગ્ન લંડનમાં પુરા ભારતીય રીત રીવાજથી થશે કનિકા પોતાના લગ્નને લઈને બહુ ઉતાવળી છે કનીકાએ બહુ સમય સુધી ખરાબ સમય જોયો છે હવે તેની જિંદગીમાં ફરીથી ખુશીઓ પાછી ફરી છે કનિકા બોલીવુડની જાણીતી સિંગર છે.