ગુજરાતની ધરતી પર લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીના ડાયરા માંથી પોતાના આગવા ડાન્સ થકી રાતોરાત સ્ટાર બનનાર કમો એટલે કે કમલેશ દલવાડી ની તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં એને એક સવાલ કરવામાં આવ્યો હતો સવાલ એની પર્સનલ લાઇફ ઉપર હતો.
કમાને જ્યારે રિપોર્ટર પૂછ્યું કમાભાઈ આપ લગ્ન કરવા માંગો છો ત્યારે કમાએ પોતાના લગ્નને લઈને જણાવ્યુંકે નહીં હું લગ્ન કરવા નથી માગતો લગ્ન પછી બૈરા છોકરાની જવાબદારી માથે લેવી પડે જેહું આમ ખુલ્લે આમ ફરું છું એમ ફરી ના શકું હું આમ પ્રોગ્રામમાં જવું છું એમ પણ ના જઈ શકુ.
સાથે વધારે માં જણાવ્યુંકે હું લગ્ન કરવા નથી માગતો કમાએ આ જવાબો હાસ્ય થી નહીં પણ સિરિયસ થઈને આપ્યા હતા સાથે એમના પરિવારે જણાવ્યું હતું કે ગામમાં કોઈપણ દીકરી જ્યારે લગ્ન કરે છે ત્યારે કમો કહે મને પૈસા આપો મારે મારી બેન ને પૈસા દેવાછે એ લગ્ન કરી જાય છે.
ત્યારે કમાએ પણ કહ્યું હતું કે બેન ને પૈસા દઉં છું કમો આ વાત કરતા ખૂબ ભાવુક થયો હતો સાથે પરિવારજનો પણ કમાના સારા કાર્યથી ખૂબ ખુશ જણાતા હતા આજકાલ સોશિયલ મીડિયા પર કમાભાઈ જ્યારે ખૂબ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે ત્યારે સાથે સાથે સેવાના કાર્યો પણ કરી રહ્યા છે.
એક પછી એક કમાભાઈના સારા કાર્યો પણ આપણી સામે આવી રહ્યા છે કમાભાઈ દિવ્યાંગ છે પરંતુ એમની સહજવૃતિ અને લાગણીશીલ સ્વભાવ હૃદયને સ્પર્શી જાય છે કમાની કાલી ઘેલી વાતોમાં પણ એ ગુજરાતી હૈયાની મહેક આવે છે મિત્રો કમા માટે પોસ્ટને શેર કરવા વિનંતી.