કહેવાય છે કે સ્પષ્ટ બોલવાની આદત સારી હોય પરંતુ બોલતા પહેલા સો વાર વિચારી લેવું જોઈએ કે આપણા શબ્દો ક્યાંક આપણી પર જ પાછા આવે એવું પણ બની શકે છે. હાલમાં આવી જ હાલત થઈ છે બોલીવુડ અભિનેત્રી કાજોલની.
બોલીવુડ અભિનેત્રી કાજોલ કેટલી સ્પષ્ટવક્તા છે એ તો તમે જાણતા જ હશો.વાત બોલિવુડની હોય કે દેશની તે પોતાના મનની વાત ને હમેશા સ્પષ્ટ રીતે રજૂ કરતી આવી છે. જો કે હાલમાં તેની આ જ આદત તેના પર ભારે પડી રહી છે.હાલમાં જ કાજોલે દેશના નેતાઓ વિશે એક નિવેદન આપ્યું હતું.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કાજોલે કહ્યું હતું કે આપણો દેશ અભણ નેતાઓના હાથમાં છે.નેતાઓ પાસે પૂરતું શિક્ષણ ન હોવાને કારણે પરિવર્તન નથી લાવી શકતા. જો કે કાજોલના આ નિવેદન બાદથી જ લોકોએ કાજોલના અભ્યાસ અંગે જાણકારી મેળવવાની શરૂઆત કરી હતી.
એટલું જ નહિ કાજોલ વિશે જાણકારી સામે આવતા જ લોકોએ તેની ટીકા કરી હતી. વાત કરીએ કાજોલના અભ્યાસ અંગે તો તેણે માત્ર ૧૦ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.તેને ૧૬ વર્ષની ઉંમરમાં જ અભિનયની શરૂઆત કરી દીધી હતી.
જો કે આ વાતની જાણ થતા જ કેટલાક લોકોએ કૉમેન્ટ દ્વારા કાજલ ને યાદ અપાવ્યું કે તે પોતે પણ ૧૦ જ ધોરણ સુધી ભણી છે.તે કે અજય દેવગણ કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી.
જો કે આ વિવાદ બાદ કાજોલે લોકોની માફી માંગતું ટ્વીટ કર્યું હતું.કાજોલે લખ્યું હું માત્ર અભ્યાસનું મહત્વ કહી રહી હતી.મારો ઈરાદો નેતાઓનું અપમાન કરવાનો ન હતો. આપણા દેશમાં ઘણા મહાન નેતા છે જે દેશને પરિવર્તન તરફ લઈ જશે.
નોંધનીય છે કે હાલમાં કાજોલ તેની આવનારી ફિલ્મ ટ્રાયલનું પ્રમોશન કરી રહી છે.લોકોનુ માનવું છે કે પોતાની ફિલ્મને પ્રમોટ કરવા કાજોલ આવા નિવેદન આપી રહી છે.