ટોલીવુડથી લઈને બૉલીવુડ સુધી ધૂમ મચાવનાર કાજલ અગ્રવાલે પોતાનું બેબી બંમ્પ શું બતાવી દીધું લોકોએ એમના વિશે ઘટિયા વાતો બોલવાનું શરૂ કરી દીધું કાજલ બહુ જલ્દી એમના પતિ ગૌતમ કિચલુ સાથે પોતાના પહેલા બાળકનું વેલકમ કરવાની તૈયારીમાં છે બાળક માટે એમને થોડા સમય માટે ફિલ્મોથી બ્રેક પણ લઈ લીધો છે.
કાજલ અત્યારે ઘરેજ છે અહીં કાજલે પોતાના બેબી બમ્પ સાથે કેટલીક તસ્વીર શેર કરી હતી જેને લઈને કેટલાક લોકોએ કાજલને ન કહેવાનું કીધું હતું તેને લઈને કાજલ રોષે ભરાઈ છે અને એમને વળતો જવાબ આપતા પોસ્ટમાં લખ્યું હું અત્યારે મારી જિંદગીમાં પોતાના શરીર ઘર અને કામમાં કેટલાક અદભુત બદલાવથી ગુજરી રહી છું.
મારા ઉપર શરીરના બદલાવને લઈને કેટલીક ઘટિયા કોમેંટથી મારા પર કોઈ ફરક નહીં પડે એટલે થોડી શાંતિ રાખો અને એ મુશ્કેલ લાગે તો ખુદ જીવો અને બીજાને પણ જીવવા દો ગર્ભવતી દરમિયાન શરીરમાં કેટલાય બદલાવ થાય છે વજન વધે છે અમારું પેટ અને છાતી પણ મોટી થઈ જાય છે કારણ કે બાળક મોટું થાય છે એમ શરીરમાં બદલાવ થાય છે.
પોતાના શરીરને લઈને મગજમાં કેટલાક એવા વિચારો આવવા લાગે છે અને બાળકને જન્મ્યા પછી અમને પહેલા જેવા થવામાં થોડો સમય લાગે છે કદાચ આપણે પહેલા જેવા દેખાઈ પણ નથી શકતા પરંતુ કોઈ વાંધો નથી આ બધું કુદરતી છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર નથી કાજલે એ લોકોને જવાબ આપ્યો છે જેઓ માં બન્યા પછી એ મહિલાઓની મજાક બનાવે છે.