જોશના બહેન પર ભારે તણાવ છે. તેઓ કહે છે કે તેમના દીકરાની વહુએ તેમને ડાકણ કહીને ઘરમાંથી કાઢી મુક્યા. કહે છે કે તમે બધા બાળકો ખાઈ ગયા છો. જ્યારે જોશના બહેન કહે છે કે મેં તો પાંચ સંતાનોને મોટા કર્યા છે.
ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. દીકરો વહેલી સવારે માર્કેટમાં કામે જાય છે. છતાં વહુ અને દીકરાએ મળીને તેમને ઘર છોડવા મજબૂર કર્યા.છેલ્લા આઠ નવ મહિનાથી તેઓ રોડ પર, ડિવાઈડર પાસે રહેતા હતા. અંકલેશ્વર વિસ્તારમાં આઈસ ફેક્ટરી અને તળાવની પાળ પાસે તેઓ દિવસો કાઢતા. એક વર્ષ જેટલા સમયથી નાહ્યા પણ નહોતા.
તબિયત નબળી છે, ચક્કર આવે છે, માનસિક રીતે પણ પરેશાન છે. છતાં પોતે કામ કરી શકે છે, રસોઈ બનાવી શકે છે એવું કહે છે.સેવા માટે આવેલા લોકો અને સંસ્થાએ તેમની સ્થિતિ જોઈને મદદ માટે આગળ આવ્યા. પોલીસ અને સેવા ટીમને બોલાવી સુરક્ષિત રીતે તેમને આશ્રમ સુધી લઈ જવાની વ્યવસ્થા કરી.
તેમને ન્હાવા માટે લઈ ગયા, સ્વચ્છ કપડાં અપાયા, ખાવા પીવાની વ્યવસ્થા થઈ. તેઓ કહે છે કે હવે શરીર હળવું લાગે છે.જોશના બહેનને આશ્રમમાં રાખી તેમની યોગ્ય દેખભાળ કરવામાં આવશે જેથી તેઓ રોડ પર ફરી ન રહે. પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે. આખો મુદ્દો પારિવારિક છે, પરંતુ એક માતાને રસ્તા પર રહેવું ન પડે એ માટે સૌએ મળીને મદદ કરી.