Cli

રવિ કપૂર કેવી રીતે બન્યા બોલીવુડના જમ્પિંગ જેક ?

Uncategorized

શું તમને ખબર છે કે બોલીવુડના જમ્પિંગ જેક તરીકે જાણીતા જીતેન્દ્ર આજે લગભગ 1400 કરોડના રિયલ એસ્ટેટ સામ્રાજ્યના માલિક બની ચૂક્યા છે.જીતેન્દ્રનું અસલી નામ રવિ કપૂર હતું.

તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. બાળપણમાં તેઓ મુંબઈની ચાળમાં રહેતા હતા. તેમના પિતા ફિલ્મ સેટ પર નકલી દાગીના સપ્લાય કરતા હતા. સ્કૂલમાં તેમના મિત્ર રાજેશ ખન્ના હતા, જે આગળ જઈને બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર બન્યા.ફિલ્મ નિર્માતા વી શાંતારામે તેમને પ્રથમ તક આપી.

ગીત ગાયા પથ્થરોને ફિલ્મથી તેમની હીરો તરીકે શરૂઆત થઈ અને તેમનું નામ રવિ કપૂરથી બદલીને જીતેન્દ્ર રાખવામાં આવ્યું.ફિલ્મ ફર્જ તેમના માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. શરૂઆતમાં ફિલ્મ ફ્લોપ ગઈ, પરંતુ જીતેન્દ્રે પોતાની જ ફિલ્મના ટિકિટ ખરીદી તેને થિયેટરમાં ચાલુ રાખી

. બાદમાં ફિલ્મ સુપરહિટ બની અને તેઓ જમ્પિંગ જેક તરીકે જાણીતા બન્યા.એંસીના દાયકામાં હિમ્મતવાલા અને તોહફા જેવી ફિલ્મોએ તેમને ટોચના અભિનેતા બનાવ્યા. શ્રીદેવી અને જયા પ્રદા સાથે તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી.તેમની પત્ની શોભા કપૂર હંમેશા તેમના મજબૂત આધાર રહ્યા. એક સમયે હેમા માલિની સાથે લગ્ન થવાના હતા, પરંતુ અંતે હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા.

બાદમાં જીતેન્દ્ર અને શોભા કપૂરે લગ્ન કર્યા.દિદાર એ યાર ફિલ્મમાં તેમને મોટું નુકસાન થયું, પરંતુ ત્યાંથી તેમણે બિઝનેસ તરફ ધ્યાન આપ્યું. તેમની દીકરી એકતા કપૂર સાથે મળીને બાલાજી ટેલીફિલ્મ્સ સ્થાપી. પુત્ર તુષાર કપૂર સાથે મળીને તેમણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું રોકાણ કર્યું.જાપાનની એનટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સ કંપની સાથે થયેલી મોટી ડીલ્સે તેમને રિયલ એસ્ટેટ જગતમાં પણ મજબૂત બનાવ્યા.ચાળમાં રહેતા રવિ કપૂરથી કરોડોના સામ્રાજ્ય સુધી પહોંચનાર જીતેન્દ્રની સફર ખરેખર પ્રેરણાદાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *