અમેરિકા સહિત વિશ્વભરના રાજનેતાઓના શ્વાસ અધર છે કેમ કે 19મી ડિસેમ્બરે એબસ્ટેન ફાઈલ્સને લઈને ખૂબ મોટો ખુલાસો થવાનો છે નવેમ્બર 2025 માં યુએસની કોંગ્રેસે એપસ્ટેન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ પાસ કર્યો છે અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેની પર હસ્તાક્ષર કરી દીધા છે તો હવે યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા એપસ્ટેનને લઈને તમામ ફાઈલો જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે
જેમાં એવું કહેવાયું છે કે ભારતના ઘણા ઉદ્યોગ પતિઓના નામ પણ તેમાં શામેલ છે તો આવો જાણીએ આ વીડિયોમાં કે આ જેફરી એબસ્ટેન નામનો વ્યક્તિ કોણ હતો અને સાથે તેના સંબંધિત ફાઈલો શું છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ જેફરી એબસ્ટેન નામનું ભૂત અમેરિકામાં ફરી ધૂણવા લાગ્યું છે આ જેફ્રી એપસ્ટેન અમેરિકાના ઉદ્યોગપતિઓ અને નેતાઓને છોકરીઓ સપ્લાય કરતો હતો
હવે આપણે જાણીએ કે આ જેફરી એપસ્ટેન કોણ છે તો 1953 માં ન્યુયોર્કમાં એક મધ્યમ વર્ગીય યહૂદી પરિવારમાં જન્મેલા જેફરી એબસ્ટેનના માતાપિતા સામાન્ય સરકારી કર્મચારી હતા પરિવારની આવક મર્યાદિત હોવાથી જેફરીનો ઉછેર મર્યાદિત સંસાધનોમાં થયો હતો વંચિત બાળપણ જીવેલા બાળકને કદાચ એટલા માટે જ અમીર થવાની મહત્વાકાંક્ષા હતી.
સ્કૂલ શિક્ષણ પછી જેફરી એપસ્ટેને ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો પણ અભ્યાસ પૂરો ના કરી શક્યો. જેફરી માં ખૂબ આત્મવિશ્વાસ હતો અન્યને સરળતાથી પ્રભાવિત કરવાની કળા પણ એ જાણતો અને તકવાદી પણ ખરો એટલે એ બધા ગુણો અજમાવીને તેણે નકલી ડિગ્રી વડે ન્યુયોર્કની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મેળવી લીધી. સ્કૂલની નોકરી ચાલતી હતી ત્યારે જેફરી એક દિવસ અમેરિકન અબજોપતિ એલન ગ્રીનબર્ગને મળ્યો જે તે સમયે મોટી ફાઇનાન્સ કંપની બેરસ્ટન્સના સીઈઓ હતા.
તક મળતા જેફરી ગ્રીનબર્ગની કંપનીમાં નાણાકીય સલાહકાર બની ગયો 1981 માં બેર સ્ટન્સ છોડીને તેણે પોતાની કંપની શરૂ કરીકહેવા માટે તો જેફરી નાણાકીય સલાહકાર હતો પરંતુ વાસ્તવમાં તે ધનિકોના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પાર પાડતો હતો જેફરી પ્રભાવશાળી લોકોના નાણાનું સંચાલન કરતો પરંતુ એ લોકો કોણ હતા એ હંમેશા ગુપ્ત રાખતો 1990 ના દાયકા સુધી જેફરી પ્રાઇવેટ વિમાન યોર્સ વૈભવ ભવી મકાનો અને રિસોર્ટસનો માલિક બની ગયો
અને એ પછી શરૂ થયો સગીર છોકરીઓના શોષણનો ખેલ ન્યુયોર્કમાં એક પાર્ટીમાં જેફરી ગિસલીન મેક્સવેલને મળે છે અને બંને મિત્ર બની ગયા ગિસલીન બ્રિટિશ મીડિયા મોગલ રોબર્ટ મેક્સવેલના પુત્રી હતા ઓક્સફોર્ડમાં ભણેલી ગિસલીન જેફરીના ગુનામાં સાથી બની ગઈ અનેતે નબડા પરિવારોની સગીરાઓને લક્ઝુરીયસ લાઈફની લાલચ આપીને વિશ્વાસમાં લેતી અને પછી તેમને જેફરીના ના વૈભવી રિસોર્ટમાં લઈ જતી.
અબુધ છોકરીઓને ગિસલીન મોટી બહેન જેવી લાગતી ને એટલે તેઓ એનો વિશ્વાસ કરી લેતી. રિસોર્ટમાં ધનિક લોકો આવતા જેમના મસાજ કરવાનું કામ આ છોકરીઓને સોંપાતું. મસાજના બહાના હેઠળ પછી છોકરીઓનું શોષણ થતું સગીરાઓના શોષણનો આ ખેલ વર્ષો સુધી ચાલતો રહ્યો.
વર્ષ 2005 માં ફ્લોરિડાની 14 વર્ષની સગીરાના પિતાએ જેફરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી જેફરી પર જાતીય શોષણનો આરોપ લગાવાયો હતો કેસની તપાસ શરૂ થઈ ન્યુયોર્કમાં જેફરીના મકાનમાં ફેડરલબ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈએ દરોડો પાડ્યો જેમાં છોકરીઓના શોષણની હજારો સીડી અને વિડીયો રેકોર્ડિંગ મળી આવ્યા છોકરીઓના ફોટોગ્રાફ્સ લેવર ડેવરના શંકાસ્પદ દસ્તાવેજો અને જેફરીના ગ્રાહકોની યાદી પણ મળી આવી જેમાં અમેરિકાની પ્રખ્યા ખ્યાત હસ્તીઓના નામ પણ હતા એક છોકરીએ ફરિયાદ કરતાં બીજી છોકરીઓમાં પણ હિંમત આવી એક પછી એક કરીને 30 થી વધુ છોકરીઓએ હિંમત કરીને જેફરીના કુકર્મોનો પરદાફાશ કર્યો
અને પરિણામે 2008 ના વર્ષમાં જેફરીની ધરપકડ થઈ અને તેણે ફક્ત એક સગીર પાસે વેશ્યાવૃત્તિ કરાવી હોવાની કબુલાત કરી અનેએ બદલ તેને માત્ર 13 મહિના માટે જેલની સજા થઈ પ્રિઝરવેશન ઓફ જસ્ટિસ જેફરી એબસ્ટેન નામના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે જેફરીનું નેટવર્ક તેની સૌથી મોટી તાકત હતી
તેનો સંપર્ક પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ અબજોપતિ ઉદ્યોગપતિ લેસ વેક્સનર અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવી હસ્તીઓ સાથે હતો. જેફરી આવા પહોંચેલા લોકો સાથે પોતાની ઓળખાણનો ઉપયોગ પોતાના ગુના છુપાવવા અને પોતાનો પ્રભાવ વધારવા માટે કર્યો હતો અને એટલે જ તો તેને ફક્ત 13 મહિના માટે 2008 માં જેલની સજા થઈ હતી.
પ્રિઝર્વેશન ઓફ જસ્ટિસ જેફરી એબસ્ટેન નામના પુસ્તકપ્રકાશિત થયા બાદ ફરી અનેક પીડિતોએ જેફરી સામે પોલીસ ફરિયાદ કરવા માંડી અને આ દરમિયાન 6 જુલાઈ 2019 ના રોજ તેની ફરી ધરપકડ થઈ અને તેને ન્યુયોર્કની જેલમાં ધકેલવામાં આવ્યો.
10 ઓગસ્ટ 2019 ના રોજ જેફરી જેલમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો અને એના મોતને આત્મહત્યા જાહેર કરાઈ હતી. પરંતુ એ બાબતે શંકા જાગે એવી વાતો સામે આવી છે જેમ કે જેફરીનું મોત થયું એ જ દિવસે જેલના કેમેરા બંધ હતા.
ગાળ પણ ઊંઘી ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું જણાવા આવ્યું હતું. પણ અમેરિકાના જાણીતા ફોરેન્સિક નિષ્ણાંત ડોક્ટર માઈકલ બોડેનેરિપોર્ટ જોઈને કહ્યું હતું કે જેફરીના ગળાના હાડકા તૂટેલા હતા. ફાંસો ખાવાથી આવું ના થાય. આવું તો માત્ર ગળું દબાવાથી જ થાય. જેફરી એપસ્ટીનના ગ્રાહકોની મસ મોટી યાદીમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે
ત્યારે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે આ શક્યતાને વિરોધી ડેમોક્રેટિક પાર્ટી અને મીડિયા દ્વારા ઉપજાવી કઢાયેલા ફેક ન્યુઝ ગણાવી દીધા છે. હવે એવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે કે જેફ્રી એપસ્ટીન સાથે ઘણા ભારતીય ઉદ્યોગપતિઓના નામ પણ જોડાયેલા છે જેનાથી ભારતમાં પણ 19મી ડિસેમ્બરે હડકંપ મચવાનીસંભાવના છે. તો જેફરી એપસ્ટેનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટસપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર