200 કરોડની ઠગાઈ કરવા વાળા જેકલીન ફર્નાડિસના બોયફ્રેન્ડ સુકેશ ચન્દ્રશેખર એક્ટર નોરા ફતેહી ઉપર પણ લાળ ટપકાવી રહ્યા હતા ખુલાસો થયો છેકે સુકેશે જેકલીન સાથે નોરા ફતેહીને પણ મોંઘી ગીફ્ટો આપી હતી સુકેશ ચંદશેખરે ઇડીને જણાવ્યું કે તેણે નોરાને 1 કરોડ રૂપિયાની કાર ગિફ્ટ કરી હતી.
જેના બાદ પુછતાજ માટે ઇડીએ નોરાને બોલાવી ત્યારે નોરાએ જણાવ્યું કે તેણે 1 કરોડ રૂપિયાની કાર ગિફ્ટમાં તો લીધી છે પરંતુ તે જાણતી નથી કે સુકેશ કોણ છે હવે નોરાના આ બયાનથી ઇડીના અધિકારીઓ વિચારમાં પડી ગયા હતા કારણ કે એક કરોડની કાર કોઈ એમજ થોડી ગિફ્ટ આપે.
એક રિપોર્ટ મુજબ સુકેશ જેકલીન અને નોરથી સારો સબંધ બનાવીને કેટલીયે ડીલ કરવાનો હતો તેના કારણે તે પોતાના કલાઇન્ટને સાબિત કરવા માંગતો હતો કે તેની પહોંચ મોટા મોટા લોકોથી છે ઇડીને આ કેશ એટલો સીધો નથી લાગતો ઇડીને શક છેકે આ બંને અભિનેત્રીઓની કંઈક તો ભૂમિકા હોઈ શકે છે.
ઇડીએ આજે પુછતાજ માટે જેકલીનને બોલાવી છે પૂછતાંજ માં કેટલાય મોટા ખુલાસા થઈ શકે છે પરંતુ જેકલીનને ફસાતા કેટલાય સ્ટારે સબંધ દૂરનો કરી નાખ્યો છે અત્યારે નોરા ઉપર વધુ કોઈ પ્રેસર નથી પરંતુ જેમ જેમ વાતો ખુલશે તેમ મોટા નામ બહાર આવી શકે છે અહીં ઇડી તપાસ કરી રહ્યું છેકે આ 200 કરોડ ઠગાઈ મામલામાં બંને અભેનેત્રીઓનો શું સબંધ છે.