Cli

1979માં થયેલી ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ પછી મહિલાઓ પર શું પ્રતિબંધો મુકવામાં આવ્યા?

Uncategorized

આ તમે જે દ્રશ્યો જોયા તે ઈરાનની મહિલાઓના છે. ઈરાનમાં એક તરફ સુપ્રીમ લીડર આયત તોલા અલી ખામેનીના નિધન પર સરકાર દ્વારા 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઈરાનની મહિલાઓના તેમના મૃત્યુ પર આનંદની લાગણી પણ જોવા મળી રહી છે. તાજે આપણે આ વીડિયોમાં જાણીશું કે કેવી રીતે એક સમયે યુરોપ અને અમેરિકાને સ્વતંત્રતાના મામલે હંભાવતા દેશમાં આજે ત્યાની મહિલાઓની આઝાદી પર મોટાપાએ પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે.

નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ એક તરફ આજે વહેલી સવારે જ્યારે ઈરાન દ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેના સુપ્રીમ લીડર આયતોલા ખામેનીનું યુએસ અને ઇઝરાયેલની સ્ટ્રાઇકમાં મૃત્યુ થયું છે તો ત્યાની ખાનગી ન્યુઝ એજન્સીના એન્કર રેડી પડ્યા હતા તો બીજી તરફ ઘણા એવા વિડીયો પણ વાયરલ થયા હતા જેમાં ઈરાનની મહિલાઓ આયાતતોલા અલી ખામેનીના મૃત્યુ પર પુત્સવ કરતા હોય તો આજે આપણે જાણીશું કે કેવી રીતે સૌપ્રથમ પશ્ચિમી દેશોએ ઈરાનમાં 1950 ના દાયકામાં હસ્તક્ષેપ શરૂ કર્યા બાદ ઈરાન એક એવા શાસનતંત્ર અંતર્ગત આવી ગયું કે

જેમાં મહિલાઓની આઝાદી પર ખૂબ મોટાપાએ પ્રતિબંધો મૂકવામાં આવ્યા ઈરાનમાં 1979 ની ઇસ્લામિક ક્રાંતિ થઈ તે અગાઉ ત્યાં રાજાશાહી હતી 1925 માં પહેલવી ડાયનેસ્ટીનું રાજ ઈરાનમાં શરૂ થયું હતું ત્યારબાદ ઓગસ્ટ 1953 માં પશ્ચિમી તાકતો એટલે કે યુએસએ અને યુકે દ્વારા ઈરાનમાં તેના વડાપ્રધાન અને લોકપ્રિય નેતા મોહમ્મદ મુસાદેગને ઓગસ્ટ 1953 માં ઉખાડી ફેંકવામાં આવ્યા તે ઓપરેશનનું નામ હતું ઓપરેશન અજાક્સ જેમાંસીઆઈએ અને બ્રિટનની જાસૂસ સંસ્થાએસએ મહત્વનો ભાગ ભજવ્યો હતો કેમ કે ઈરાનના પૂર્વ વડાપ્રધાન મોસાદેગે દેશની બ્રિટિશ નિયંત્રણવાળી ઓઇલ ઇન્ડસ્ટ્રીનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું. આ પછી ઈરાનના રાજા મોહમ્મદ રજા શાહ પહેલવીએ ઈરાનમાં સત્તા પર પોતાનું નિયંત્રણ વધારે મજબૂત કર્યું. વાત કરીએ ઈરાનમાં મહિલાઓના અધિકારોની તો ઈરાનમાં 1979 માં ઇસ્લામિક ક્રાંતિ થઈ તે પહેલા ત્યાના સમાજજીવનમાં મહિલાઓ માટે કોઈપણ બંધનો નહોતા મહિલાઓ માટે હિજાબ ફરજિયાત નહતો જાહેર જગ્યાઓએ લિંગ અલગાવના કડક નિયમો નહોતા

પરંતુ 1979 પછી ઈરાનમાં મહિલાઓ પર ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા 1979 માં આ પહેલવી રાજવંશને ઉખાડીને ત્યાં એક ઇસ્લામિક ક્રાંતિ કરવામાં આવી 1979 પછી ઈરાનમાં મહિલાઓ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા હવે વાત કરીએ કે 1979 પછી ઈરાનમાં મહિલાઓ પર કયા પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે તો જાહેરમાં હિજાબ ફરજિયાત બનાવવામાં આવ્યું 1983 માં તો તેને કાયદાકીય સ્વરૂપ પણ આપવામાં આવ્યું

આ કાયદાના ઉલ્લંઘન પર દંડ જેલ જેલમાં 10 દિવસથી લઈને બે મહિના સુધીની સજા કોરડા અથવા ફરજિયાત માર્ગદર્શન ક્લાસની પણ જોગવાઈ કરવામાં આવી અને 202425 માં નવા વા હિજાબ અને પવિત્રતા કાયદા અંતર્ગત તો ખૂબ ઊંચા દંડ લાખો રૂપિયા લાંબી જેલ અને નોકરી શિક્ષણમાં મહિલાઓ પર પ્રતિબંધ પણ ઉમેરવામાં આવ્યા છે. અન્ય પ્રતિબંધોની વાત કરીએ તો પતિની પરવાનગી વિના મહિલાઓ તેનો પાસપોર્ટ પણ ન બનાવી શકે વિદેશ પ્રવાસ પણ ન કરી શકાય. છોકરીઓની લગ્નની ઉંમર 13 વર્ષ કેટલાક કેસમાં ઓછી પણ હોય છે અને પોલીગેમી એટલે કે બહુ પત્નિત્વ કરવા માટે પુરુષને અધિકાર પણ આપવામાં આવ્યો છે. છૂટા છેડામાં પુરુષને વધુ સરળતા આપવામાં આવી છે અને સાથે જ બાળકોની કસ્ટડીમાં પણ પુરુષને ઈરાનમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

જાહેરમાં ગાયન ડાન્સિંગ અથવા તો જે મિક્સ જેન્ડર ઇવેન્ટમાં ભાગ લેવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. તેના કારણે હવે આજે જ્યારે ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીનું મૃત્યુ થયું ત્યારે ઈરાનની જે મહિલાઓ જે વિદેશોમાં વસે છે ત્યાં પણ કેટલાક એવા વિઝ્યુલ સામે આવ્યા છે કે જેમાં મહિલાઓએ ઉત્સવની જેમ આ આખો જે ઘટના બની છે તેની ઉજવણી કરી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *