અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 600 એકર ની જગ્યામા આ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે જેમાં 200 એકર જમીનમાં પ્રમુખસ્વામી નગર ઉભું કરવામા આવ્યું છે જેમાં પ્રમુખસ્વામી મહારાજ ની વિશાળ પ્રતિમા સાથે અક્ષરધામ.
પ્રતિકૃતી અને લાઈટ શો સાથે મનોરંજન શો પણ ગોઠવવામા આવ્યા છે પ્રમુખસ્વામી નગર માં ફરવા માટે દેશ વિદેશમાં થી ભાવિકો ઉમટી પડ્યા છે 15 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે રોજ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે જેની સેવા માટે હજારો સ્વયંમસેવકો.
પોતાના કામ ધંધા મુકીને પણ જોડાયા છે વિદેશ માં નોકરી કરતા યુવાનો પણ સેવા આપવા માટે એક મહીનો ઘેર આવ્યા છે એ વચ્ચે તાજેતરમાં અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતા સૌમીલ કમલેશ મોદી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં સેવા આપવા આવતા હતા.
એમની સગાઈ થઈ હતી લગ્ન ની તારીખ 27 નવેમ્બર હતી જેને તે પાછી ઠેલવવા માગંતા હતા આ સમયે મહંત સ્વામી એ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ નો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે આ દરમિયાન લગ્ન કરવા ઉચિત છે રાજી ખુશીથી આ લગ્નનું આયોજન કરો સૌમીલ મોદી એ માનસી મોદી સાથે લગ્ન કર્યા છે.
પણ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ છે એ છતાં પણ રજા પર આવીને શતાબ્દી મહોત્સવ માં સેવા આપી રહી હતી બંને એ લગ્ન કર્યા બાદ 11 ડીસેમ્બર થી આ સેવામાં જોડાયા હતા તેઓ એ જણાવ્યું હતું કે ફરવા જવાનું તો પછી પણ થઈ શકે નોકરી પણ પછી થાય પરંતુ પ્રમુખસ્વામી મહારાજ નો.
શતાબ્દી મહોત્સવ વારંવાર નથી આવવાનો અમે અહીં બાપાના આર્શીવાદ લેવા માગીએ છીએ સેવા કરવા માંગીએ છીએ સેવામા જ પ્રમુખસ્વામી મહારાજ ના આર્શીવાદ ની પ્રાપ્તિ છે જે અવસર અમે ચુકવવા નથી માગંતા અમારા લગ્ન પણ બાપાના આર્શીવાદ થી જ થયા છે અને બાપા ની ભક્તિ અમારા ચિત્તમા હૈયા માં અંકબંધ છે.
આ દંપતી હાલ પ્રમુખ સ્વામી નગર માં નિરંતર ઉભા પગે રહી સેવા આપી રહ્યું છે આવા ઘણા બધા લોકો છે જે પોતાના લગ્ન ને પાછા ઠેલવી પોતાના કરોડો ના બિઝનેસ ને છોડી ને પણ અહીંયા સ્વયં સેવક તરીકે સેવા આપી રહ્યા છે જે પ્રમુખસ્વામી મહારાજ ના આર્શીવાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.