ઈરાનમાં છેલ્લા કેટલાય દિવસોથી પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતવાસે અત્યારે ત્યાં રહેતા જે ભારતીયો છે એમને મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી અને અમુક સૂચનાઓ આપી છે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને ત્યાં ફરવા ગયેલા લોકોને પણ જલ્દીથી જલ્દી એ દેશ છોડી દેવા સલાહ આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઈરાનમાં હિંસક પ્રદર્શનના કારણે ભારત સરકારે બુધવારે નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી
એમાં કહેવામાં આવ્યું છે કે જે પણ ભારતીય નાગરિકો કે પછી એ વિદ્યાર્થી હોય કે પછી ત્યાં ફરવા ગયેલા લોકો હોય વેપારીઓ હોય કે થોડા સમય માટે ત્યાં રહેવા ગયેલા લોકો હોય એ બધાએ હાલમાં હાલ જલ્દીમાં જલ્દી ઈરાનમાંથી ત્યાંથી નીકળી જવું જોઈએ અને ત્યાંથી નીકળી અને કોઈ સેફ પ્લેસ પર જતું રહેવું જોઈએ આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે 5 જાન્યુઆરીની જે અગાઉની એડવાઇઝરી હતી એટલે આની પહેલા પણ ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી હતી જેમાં એમને સુરક્ષિત સ્થળોએ રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી આ નવી એડવાઇઝરીમાં એવું કહેવામાં આવ્યું છે
કે જલ્દીથી જલ્દી તમને જે પણ પરિસ્થિતિમાં ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરો અને જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાંથી તમે બહાર આવી જાવ જૂની એડવાઇઝરીમાં એવું હતું કે તમે ત્યાના જે પણ લોકો છે એમની સાથે કે પછી જ્યાં હિંસક પ્રવૃત્તિ થઈ રહી છે ત્યાં ત્યાંથી તમે દૂર રહેજો. આ નવી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમને જો પ્લેનથી નથી નીકળવા મળતું તો તમે રોડના માર્ગે નીકળી જાવ તમે ટર્કી પહોંચી જાવ કે નજીકના કોઈપણ સેન્ટરે પહોંચી જાવ પણ ઈરાન જલ્દીથી છોડી દો. આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી ત્યાં સુધીમાં પરિસ્થિતિ અત્યારે ઈરાનમાં ખૂબ ખરાબ થઈ ગઈ છે આગળ જતા એ પરિસ્થિતિ વધારે વણસી શકે તેવી સંભાવના પણ છે થોડા દિવસ પહેલા ડોનલ્ડ ટ્રમ્પે એક પોસ્ટ કરી અને ત્યાના લોકોને સલાહ આપી હતી
એટલે ટ્રુથ સોશિયલ જે પ્લેટફોર્મ છે ત્યાં એમણે લખ્યું હતું કે ઈરાનના દેશભક્ત પ્રદર્શનકારીઓ જે છે એમને જે પણ ઈરાનની સંસ્થાઓ છે એ સંસ્થાઓ પર કબ્જો કરી લેવો જોઈએ મદદ રસ્તામાં છે એટલે અમેરિકા જલ્દી ત્યાં પહોંચી રહ્યા છે અમેરિકા એમને મદદ કરવા માટે આવી રહ્યા છે એવું લખવામા માં આવ્યું હતું સાથે જ લખ્યું હતું કે લોકો જે છે જેમની હત્યા થઈ છે એ બધાના નામ નોંધીને રાખો કે જેણે માર્યા છે એ બધાનો બદલો લેવામાં આવશે એ બધાએ ભારે કિંમત ચૂકવવી પડશે આવી પોસ્ટ કરવામાં આવી હતી પછી પ્રશ્ન એ થયા કે પ્રદર્શનકારીઓને ડોનલ્ડ ટ્રમ્પ જે સંદેશો આપી રહ્યા છે કેટલી જલ્દી અમેરિકા એમાં ઇન્ટરફેર થયું અને પછી હવે પરિસ્થિતિ કેવી થવાની છે એના ઉપર દુનિયાની નજર છે અત્યારે દુનિયાના અલગ અલગ જગ્યાએ એટલે તમે મેપ ખોલીને જુઓ તો તમને ખબર પડશે કે અનેક જગ્યાએ અસ્થિરતા છે
અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અનેક જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યા છે એ બધાની વચ્ચે ઈરાનની જે બગડતી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ભારતીઓને બચાવવા માટે ભારતે એડવાઇઝરી જાહેર કરી દીધી છે અને ત્યાંથી જે પણ મદદ થઈ શકે એટલે અહીંયાથી જે મદદ ત્યાં પહોંચી શકે અને ત્યાંથી ભારતીઓને નીકાળવા જે મદદ થઈ શકે એ મદદ હવે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઈરાનમાં લાગેલી જે આગ છે એ ક્યારે ઢાડે પડે છે એ જોવાનું રહ્યું તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો