ક્રિકેટ જગતમાં ભારત પાકિસ્તાન ની મેચ હંમેશા રોમાંચક રહે છે પરંતુ તાજેતરમાં દુબઈ માં રમાયેલી ભારત પાકિસ્તાન વચ્ચે ની મેચથી ઘણા ભારતીય ટીમના ચાહકો નારાજ થયા છે સાથે સોશિયલ મીડિયા પર ટીમના અમુક ખેલાડીઓ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તો દુબઈમાં રમાયેલા એશિયા કપના સુપર 4 માં.
પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા જવાબમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં 181 નો ટાર્ગેટ પ્રાપ્ત કરી લિધો હતો આ દરમિયાન ભારતીય ટીમે ઘણી ભૂલો કરી જે આ હાર માટે જવાબદાર બની હતી એના મુખ્ય કારણો હતા.
મેચની શરુઆત માં ટોસ હારતા પ્રથમ બેટિંગ માં ઉતરવું પડ્યુ એ દિવશે ધુમ્મસ નું પ્રમાણ પણ વધારે હતું અને ભારતનો દાવ પહેલો હતો ભારતીય બોલરો એ આ મેચ દરમિયાન નબળું પ્રદશન કરતા 14 રન એક્સ્ટ્રા આપ્યા હતા અને સાથે ભારતીય ટીમ ના કેપ્ટન રોહીત શર્માએ પાછાં બોલર પણ.
પાચં ઉતાર્યા હતા ટીમના અહમ બોલર દિપક હુડા ને બોલીંગ કરવાનો મોકો ના આપ્યો સાથે મેચના અંતિમ સમયે ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે રવિ બિશ્નોઈ ના બોલ પર પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીનો મહત્વ પુર્ણ કેચ અર્શદીપનો આ કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે.
ભારે પડ્યો અને એ જોઈ ભારતીય ટીમ ના કેપ્ટન રોહીત શર્મા એ ખુબ રોષ પણ વ્યક્ત કર્યો હતો આ બધા કારણોસર આ મેચ ભારત 5 વિકેટે પાકિસ્તાન સામે હારી ગયું ભારત મેચ હાર્ટ ભારતના કરોડો દર્શકો નિરાશ થયા હતા પરંતુ આ એક રમત છે હાર જીત તો થતી રહે છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.