Cli
indian couple dead in america

અમેરિકામાં ભારતીય દંપતી સહિત છ વર્ષના બાળકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ.

Uncategorized

વિદેશમાં ભારતીયોની હ!ત્યા એ કોઈ નવી વાત નથી અવારનવાર ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો અથવા ભારતીય પરિવારના મોત અંગે સમાચાર સામે આવતા હોય છે.હાલમાં પણ અમેરિકામાંથી આવો જ એક હ!ત્યાનો કિસ્સો સામે આવ્યો છે.

હાલમાં સામે આવેલી ખબર અનુસાર અમેરિકાના મેરીલેન્ડમાં રહેતા ભારતીય દંપતી સહિત તેમના બાળકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા નવ વર્ષથી બાલ્ટિમોર કાઉન્ટીમાં રહેતા આ પરિવારે આત્મહત્યા કરી હોવાનું પણ અનુમાન છે

પોલીસનું કહેવું છે કે પતિએ પહેલા પત્ની તેમજ બાળકની હ!ત્યા કરી જે બાદ પોતાને પણ ગોળી મારી હશે.

જો કે આ હ!ત્યા છે કે આત્મહ!ત્યા તે અંગે હાલમાં ચોક્કસ જાણકારી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ અંગે સ્પષ્ટતા કરી શકાશે.વાત કરીએ આ ભારતીય પરિવાર વિશે તો પરિવાર કર્ણાટકનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.મૃતકના નામ યોગેશ નાગ્રજપ્પા,પતિભા વાઈ અમરનાથ તેમજ હોન્નલ છે.

વિદેશમાં આ પહેલો કિસ્સો નથી આ પહેલા એનેક કિસ્સા સામે આવ્યા છે.ખાસ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતી તકલીફ કે અમેરિકામાં તેમને ભોગવવી પડતી સમસ્યાઓ અવારનવાર સામે આવતી હોય છે.

જો કે આ અનેક કિસ્સા છતાં પણ ભારતીયોનું વિદેશ માટેનું આકર્ષણ સહેજ પણ ઓછું થતું નથી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *