દેશભરમાંથી દીકરીઓની છેડતીના અને દુષ્કર્મ માં કિસ્સાઓ સામે આવતા રહે છે એ વચ્ચે તાજેતરમાં સુરત શહેરમા ડભોલી વિસ્તારમાં વસતા એક શ્રમજીવી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની નવ વર્ષની દીકરી માનસિક રીતે અસ્વસ્થ છે જે પોતાના ઘર બહાર રમી રહી હતી.
આ દરમિયાન અશ્ર્વિન દિલીપ નાવડીયા નામનો નરાધમ તેને વેફર ની લાલચ આપીને દૂકાને થી પોતાની સાથે લઈ અવાવરું જગ્યાએ લઈ ગયો શારીરિક અડપલા કરી દુષ્કર્મ નો પ્રયત્ન કરતા જ દુકાનદારની ચાલાકી સતર્કતા અને હિમંત થી તે દિકરી નો આબાદ બચાવ થયો હતો દુકાનદાર ને.
આ નરાધમ ની હરકતો નો અંદાજો આવી ગયો હતો માનસિક અસ્વસ્થ દિકરી ને ફોસંલાવી પોતાની સાથે લઈ જતા નરાધમનો પીછો કરી દુકાનદાર પહોંચ્યો અને તેની આ હરકત જોઈ ટોળાને એકત્ર કરીને દીકરીને છોડાવી હતી ટોળા એ તેને બરાબરનો મેથીપાક આપીને પોલીસના હવાલે કર્યો હતો.
ઘટના સ્થળે પોલીસે આવીને હિરાનુ કામ કરતા અશ્ર્વિન દિલીપ નાવડીયા ને જેલ ના સળીયા પાછળ ધકેલીને તેના વિરુદ્ધ દુષ્કર્મ નો પ્રયાસ અને પોસ્કોની કલમ નોંધી હતી દુકાનદારની સતર્કતા થી દિકરીની આબરુ બચી જાવા પામી છે લોકો દુકાનદાર ની માણસાઈ ને વંદન કરી રહ્યા છે.