સોશિયલ મીડિયા પર પોતાને કંઈક અલગ દેખાડવા માટે લોકો પશુ પક્ષીઓને હેરાન પરેશાન કરતા જોવા મળે છે એવો જ એક બનાવ સાસણમાં થી સામે આવ્યો છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાસણ ગીરનો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો જેમાં ખુલ્લી જીપમા એક વ્યક્તિ ગાડીના બોનેટ પર ચડીને બેઠો હતો.
બીજા યુવાનો ટીંગાયેલા હતા અને સિંહ પાછડ ગાડી પૂરપાટ ઝડપે દોડાવી પજવણી કરી રહ્યા હતા તો બીજા વિડીયોમાં સિંહ સામે ગાડીની હેડલાઇટ કરીને સિંહ ને પજવતા જોવા મળ્યા હતા આ વિડીઓ સામે આવતા જ વનવિભાગે ત્રણ લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી જેમની ઓળખ મેળવી હતી આ યુવાનો.
રાજસ્થાન ના રહેવાશી હતા જેમાં જયપાલસિંહ ચૌહાણ રઘુરાજસિહં ચૌહાણ અને રાહુલ રાજપુરોહીત જેમના પર ગુનો નોધંવામા આવ્યો હતા ચીફ કન્ઝવેટર ફોરેસ્ટ આરાધના શાહુ એ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સિંહ ની પજવણી કરતા જે વિડીઓ સામે આવ્યા છે એમાં 6 લોકો સામેલ છે 3 યુવાનો ને પકડવામાં આવ્યા છે.
તેમના વિરુદ્ધમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા છે ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે અને સિંહ ને પજવતા અને સિંહ પાછડ ગાડી દોડાવવા બદલ ગુનો નોંધી ને તેમને જ્યુડિસીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે બાકીના લોકોની શોધખોળ હાથ ધરી છે વન્ય પ્રાણીઓ ને હેરાન કરતા લોકોને છોડવામાં નહીં આવે.