હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલ પબ્જીની પ્રેમકહાની અંગે તો તમે જાણતા જ હશો.સીમા હૈદર નામની મહિલા જેની ઉંમર ૨૭ વર્ષીય હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે ઓનલાઇન ગેમ મારફત ભારતીય યુવક સચિન મીણાના સંપર્કમાં આવી.
જે બાદ ૩ વર્ષ મોબાઈલ પર વાત કર્યા બાદ અચાનક વર્ષ ૨૦૨૩માં સીમા હૈદર પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભારત આવી ગઈ. આ વાત પણ તમે જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે સીમા પહેલી મહિલા નથી જે પ્રેમને ખાતર ભારત આવી હોય આ પહેલા પણ એક આવી જ એક પ્રેમકથા સામે આવી ચૂકી છે.
હા દોસ્તો,સીમા પહેલા ઇકરા નામની ૧૬ વર્ષીય યુવતી પણ ભારતીય યુવકના પ્રેમમાં પડી નેપાળ પહોંચી હતી. ઈકરા પાકિસ્તાનના હૈદરાબાદની રહેવાસી હતી.૧૬ વર્ષીય ઈકરા ઓનલાઇન લુડોની રમત મારફતે બિહારના મુલાયમ સિંહના સંપર્કમાં આવી હતી.મુલાયમ સિંહ બેંગ્લોરમાં સિક્યોરટી ગાર્ડની નોકરી કરતો હતો.
જો કે બંને રાહ જોવાને બદલે તરત જ મળવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ઇકરા પોતાના ઘરેણાં વેચી તેમજ દોસ્તો પાસેથી પૈસા ઉધાર લઈ હૈદરાબાદથી કરાંચી અને કરાંચીથી દુબઈ પહોંચી હતી જે બાદ નેપાળના કાઠમંડુ પહોંચી હતી.
બીજી તરફ મુલાયમ સિંહ જેની ઉંમર ૨૨ વર્ષ હતી તે પણ નેપાળ પહોચ્યો.જે બાદ મુલાયમ સિંહ ઈકારાને લઈ બેંગલોર પહોચ્યો જ્યા તે ભાડાના મકાનમાં રહી નોકરી કરતો હતો. ખબર અનુસાર બેંગલોર પહોચતા જ મુલાયમ સિહે ઇકરાનું નામ બદલી રવા યાદવ કર્યું હતું જેથી શંકા ન જાઈ શકે.
પરંતુ કહેવાય છે ને સત્ય છુપાવી નથી શકાતું.ખબર અનુસાર ભારતીય એજન્સી જે ભારતથી પાકિસ્તાન કરવામાં આવતા ફોન પર ધ્યાન રાખતી હોય છે તેના દ્વારા પોલીસને ઇકરા અંગે જાણકારી આપવામાં આવી હતી સાથે જ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
જે બાદ પોલીસ તપાસ દરમિયાન ઈકરા એ જણાવ્યું કે તે પાકિસ્તાની છે અને ફોન પર મા સાથે વાત કરતી હતી.જે બાદ સમગ્ર હકીકત સામે આવતા ઈકરા અને મુલાયમને જેલની સજા કરવામાં આવી.
જો કે આખરે વર્ષ ૨૦૨૩ની જાન્યુઆરીમાં ઈકરા નિર્દોષ હોવાનું સામે આવ્યું.જો કે તે પાકિસ્તાની હોવાના કારણે તપાસ પૂરી થયા બાદ તેને પાકિસ્તાન પરત મોકલવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૩માં આ પ્રેમી અલગ થયા.ખબર અનુસાર મુલાયમ સિંહની માતાએ ઈકરાને ભારત પરત મોકલવા વિનંતી કરી હતી.