કો!રોના કાળ બાદ ઘણાં લોકોની નોકરી જતી રહી હતી જે બાદ તેઓ નાનું મોટું કામ કરવા મજબૂર બન્યાં હતાં ત્યારે મિત્રો આ સમય દરમિયાન ઘણાં લોકોની આર્થિક સ્થિતિ બહુ ભાંગી પડી હતીં જેના કારણે તેને ખાવાના ફાફા પડ્યાં હતાં ઘરમાં પરિવારના સભ્યો વધારે હોય અને કામાવા વાળું કોઈ ન હોય તેની સ્થિતિ કેવી હોય.
એતો આ ગરીબીને નજીકથી નિહાળી હોય તેને જ ખબર હોય મિત્રો ગુજરાતમાં એવા ઘણાં લોકો છે ગરીબી હેઠળ જીવી રહ્યા છે એક એવો બ્રાહ્મણ પરિવાર છે જેઓ એકદમ ગરીબ પરિસ્થિતિમાં જીવી છે તેમની પાસે હાલ રાશન પણ ન હોવાથી બે ટાણાનું ભોજન મળવું મુશ્કેલ બની ગયું છે મિત્રો એક બ્રાહ્મણ પરિવાર છે જેઓ રોજગાર માટે.
શહેરમાં વસવાટ કરવા માટે આવ્યા છેજેથી કરીને અહીં તેને કામ ધંધો મળી રહે પરંતુ કમનસીબે અહીયા નિરાશા જ હાથ લાગી તો પણ આ પરિવારે હાર ન માનીને પોપટભાઈની ટીમને મદદ માટે સંપર્ક હતો જે બાદ સેવાભાવી ટીમ આવી અને આ પરિવારની સહાય કરી વાત એમ છેકે આ રીટા બેન વ્યાસ જેઓની કહાની એવી છેકે જાણતા જ ભાવુક.
થઈ જાય એવી છે તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે સંયુક્ત પરિવારમાં રહેતા રીટા બેનની દીકરીઓ સાસરે છે જેને સમુહ લગ્નમાં પરિણાવીને સાસરે વળાવી હતી અને દીકરો નાનો હોવાથી નાનુ મોટું કામ કરીને માતા પિતાની રોજીરોટીમાં લાવવામાં મદદ કરે છે મહેનત કરીને ચાલતા બ્રાહ્મણ પરિવારને કામ કરવાવાળો નાનો દીકરો એકજ છે.
જ્યારે છોકરાના પિતા સાંભળતા જ નથી કામ કરી શકે એવી સ્થિતિમાં ન હોવાથી કમાવવાળું દીકરા સિવાય કોઈ નથી રીટા બા કહે છે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ પાસેથી તેલ કે એવી નાની વસ્તુ લઈને રસોઈ બનાવું અને ઘરના લોકોને જમાડવાનો વારો આવ્યો છે નાનો દીકરો વાત કરતા કહે છે અમારા ઘરમાં.
કોઈ કમાવાવાળું નથી મારા એકલા ઉપર જ આખી જવાબદારી છે મહેનત કરી જાણતા પરિવારને સિલાઈ મશીનની જરૂરિયાત હતી આ માટે પોપટભાઈની ટીમે મશીન લઈ આપ્યું જેથી એમની રોજગારી મળી રહે અને બાએ પણ ઘણી દુઆ આપી હતી જણાવી દઈએ કે નીતા બેન નેહા બેન કિરણભાઈએ આ પરિવારને મશીન આપ્યું હતું.