દુનિયામાં એવા ઘણા બધા માણસો હોય છે જેઓ પોતાની ગરીબીના દિવસો માં સંઘર્ષ થકી ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કરી અને આ દુનિયામાં નામના કરી જાય છે આજે આપણે વાત કરીશું ગુજરાતના અભિનય સમ્રાટ અને જેવોને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા એવા ગુજરાતી ફિલ્મોના.
કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ 14 જુલાઈ 1936 માં મધ્ય પ્રદેશ ઈન્દોર માં થયો હતો પરંતુ તેમનું મુળ વતન ઈડર પાસે કુકડીયા ગામ હતું તેમના પિતાનું નામ જેઠાલાલ ત્રિવેદી અને તેમના ભાઈનું નામ અરવિંદ ત્રિવેદી હતું જેઓ એક સફળ અભિનેતા બન્યા અને રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું.
ઈન્દોરમાં નાનપણમાં રામલીલા બંને ભાઈ જોવા જતા હતા અને આ દરમિયાન તેઓ ઘેર આવીને ઉપેન્દ્ર ત્રિવેદી રામ બનતા અને અરવિંદ ત્રિવેદી રાવણ બનતા જ્યારે અરવિંદ ત્રિવેદી રામાયણમાં રાવણ બન્યા અને તેઓ ખૂબ જ ફેમસ થયા ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદી ખૂબ જ ખુશ થયા હતા ઉપેન્દ્ર ત્રિવેદી એ ઉજ્જૈન ગુજરાતી પ્રાથમિક શાળા માં અભ્યાશ કર્યો.
તેમના કોલેજ ના અભ્યાસ દરમિયાન તેમના પિતાને લડવો થઈ જતાં તેમના પરીવાર ની આર્થીક સ્થિતિ ભાંગી પડતાં ઉપેન્દ્ર ત્રિવેદી એ ફુગા બનાવવાના અને છત્રી બનાવવાના કારખાના માં મંજુરી પણ કરી આ ઉપરાંત 1955 માં રોજના બે રુપીયા ની કમાણી કરી રેલવે સ્ટેશન પર કુલીનુ પણ કામ કર્યું કોલેજમાં ફી ભરવા માટે તેમની.
પાસે પૈસા ના હોવાથી તેઓ નાટકોમાં અને ફિલ્મોમાં નાના મોટા અભિનય થકી પૈસા મેળવી પોતાનો અભ્યાસ પૂરો કર્યો સાલ 1960 માં તેમને ગુજરાતી ફિલ્મ કાદુ મકરાણી માં અભિનય નો ચાન્સ મળ્યો નાના પાત્રમાં તેમને ખુબ લોકપ્રિયતા મેળવી અને આ ફિલ્મ 13 વર્ષ બાદ ફરી બની જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી એ કાદુ મકરાણી નું પાત્ર ભજવ્યું.
આ ફિલ્મ બાદ તેમણે રા નવઘણ વનરાજ ચાવડા વીર રામવાળો રા મંડલીક હીરો સલાટ મહેંદી રંગ લાગ્યો લીલુડી ધરતી જેવી ફિલ્મોમાં સહ અભિનેતા તરીકે અભિનય કર્યો 1969 માં તેમને અભિનય સમ્રાટ નું નાટક લખી પોતે અભિનેય કર્યો જે ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અલગ અલગ સાત રોલ ભજવતા હતા.
અને દરેક રોલમાં અલગ અલગ મેકઅપ કરતા હતા અલગ અલગ હાવભાવ અને અલગ અલગ ભાષામાં તેઓ આ નાટકમાં જોવા મળ્યા હતા. તેમનો અભિનય દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો અને તેમને સાચા અર્થમાં અભિનય સમ્રાટ નું બિરુદ પ્રાપ્ત થયું આ નાટક રવિન્દ્ર ત્રિવેદી નામના પ્રોડ્યુસર ને.
ખૂબ જ પસંદ આવ્યું અને 1971 માં તેમને ગુજરાતી મુખ્ય અભિનેતા તરીકે ઉપેન્દ્ર ત્રિવેદીને લઈને ફિલ્મ જેસલ તોરલ બનાવી આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ સાબિત થઈ જેમાં જેસલ જાડેજાના પાત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદી ખૂબ જ લોકપ્રિય બન્યા ત્યાર બાદ મુખ્ય અભિનેતા તરીકે ઉપેન્દ્ર ત્રિવેદી એ.
ઘણી બધી ફિલ્મો આપી જેમાં મુખ્યત્વે ગરવો ગરાસીયો સહાસતી સાવિત્રી માં બાપને ભુલશો નહિ પાતળી પરમાર હોથલ પદમણી વિર માગંણા વારો સોરઠની પદમણી સોન કંસારી રાજા ગોપીચંદ મેહૂલો લુહાર નાગમતી નાગવાળો ભાદર તારા વહેતા પાણી જેવી અનેક ફિલ્મો માં દમદાર અભિનય.
થતી ગુજરાતભરમા ખુબ નામના અને પ્રસિદ્ધી મેળવી ઉપેન્દ્ર ત્રિવેદી ને પોતાના દમદાર અભિનય થકી 25 થી વધારે પારીતોષીક મળ્યા હતા ભારત સરકારે 1989 ની સાલમાં તેમણે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કર્યા હતા આ શિવાય ઘણા રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા હતા તેઓ રાજકારણમાં પણ.
જોડાયા અને ભિલોડા સીટ પર જીતી ધારાસભ્ય પણ બન્યા હતા અને રાજ્ય કક્ષાના મંત્રી પણ બન્યા હતા તેમને ઘણા લોકસેવા ના કાર્યો કર્યા હતા 4 જાન્યુઆરી 2015 ના રોજ 78 વર્ષ ની ઉંમરે તેમનુ શ્ર્વાસને લગતી બિમારી થી નિધન થયું હતું આજે પણ તેમની સ્મુતીઓ તેમના અભિનય સાથે જીવંત છે.