હિંમતનગરમાં આજે ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન બ્લેક ફિલ્મ વાળી એક કાર આવે છે અને કારને અટકાવવામાં આવતા કારમાં સવાર વ્યક્તિ નીચે ઉતરે છે અને ટ્રાફિકના જવાનો સાથે ગાળાગાળી કરે છે અને પોતે આર્મી જવાન હોવાનો રોફ જમાવીને મારામારી પણ કરે છે
જાહેરમાં પોલીસ કર્મીઓ અને આર્મી જવાન વચ્ચે કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની વિગતે વાત કરીએ સાબરકાંઠામાં હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ડાર્ક ફિલ્મના વિરોધમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કારમાં ડાર્ક ફિલ્મ હટાવવા માટે આજથી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને સાબરકાંઠાના હિંમતનગરમાં આ ડ્રાઈવના પ્રથમ દિવસે જ પોલીસ સાથે મારામારીની ઘટના બની છે. વાત છે હિંમતનગરના મોતી બાયપાસ પાસેની જ્યાં ટ્રાફિક પોલીસના જવાનો છે તે ડાર્ક ફિલ્મ હટાવવાની ડ્રાઈવના ભાગરૂપે શહેરમાં પસાર થઈ રહેલી કારમાં જેમાં બ્લેક ફિલ્મ હોય તેને અટકાવીને કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા આ દરમિયાન એક ડાર્ક ફિલ્મની કાર ત્યાંથી પસાર થાય છે
અને તેને અટકાવવામાં આવતા કાર ચાલક છે તે પોલીસ કર્મી સાથે ગાળાગાળી કરવા લાગે છે અને પછી મામલો ઉગ્ર બની જાય છે અને જાહેરમાં પોલીસ સાથે ઝપાઝપી પણ કરવામાં આવે છે જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાહેબ અંદર સાહેબ અંદર આ નાટક થતો હોય આપણો પૂરો [સંગીત] પડે [સંગીત] [સંગીત] ચલો બીજા દો બીજા ટ્રાફિક કરો એતો બે છે [સંગીત] સીધી બેસીજા બેહીજા ભાઈ તું હજી કછું [સંગીત] ડાર્ક ફિલ્મ વાળી કારને અટકાવવામાં આવતા તેમાંથી યશપાલસિંહ ઝાલા નામનો યુવક નીચે ઉતરે છે અને પોતે આર્મી જવાન હોવાનું કહીને પોલીસ કર્મીનો ભતરીજો હોવાનું પણ
કહે છે અને રોફ જમાવે છે અને પોલીસની કામગીરીમાં અડચણ કરે છે. આ દરમિયાન વાત ઉગ્ર બને છે અને આર્મી જવાન છે તે ગાળાગાળી કરે છે અને ત્યારબાદ મારામારી થાય છે અને છ થી સાત પોલીસ કર્મીઓ ત્યાં આવી જાય છે અને આર્મી જવાનને પોલીસને ગાડીમાં બેસાડવાના પ્રયાસ કરે છે જો કે સાત સાત પોલીસ કર્મીઓ હોવા છતાં પણ તેઓને આર્મી જવાને ગાડીમાં બેસાડવા માટે આંખે પાણી લાવી દીધા હતા. આ સમગ્ર બનાવ અંગે હિંમતનગર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે ત્યારે સુડી વચ્ચે સોપારી જેવી
હાલત ટ્રાફિક પોલીસના જવાનોની થાય છે. કારણ કે ડાર્ક ફિલ્મ હોય સીટબેલ્ટ હોય કે હેલમેટ જેવા નિયમનું પાલન કડકાઈથી કરવામાં આવે છે ત્યારે ખુદ પોલીસ કે નેતાઓના સગા સંબંધીઓ સીધો આ ટ્રાફિકના જવાનોને ફોન પકડાઈ દે છે અથવા તો આ પ્રકારે જાહેરમાં રોફ જમાવીને મારામારી કરે છે. આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો.