Cli

દરિયાકાંઠે હિંદુ-મુસ્લિમ ધર્મીઓના રિવાજો કેમ એકસરખા છે? ફોટોગ્રાફર શું કહે છે?

Uncategorized

નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ આજે એક અલગ વિષય પર તમારી સાથે વાતચીત કરવાની છે નવજીવનમાં જ સત્ય આઠ ગેલેરી છે અને ત્યાં એક પ્રદર્શન યોજાયું છે તે પ્રદર્શન છે હિમાંશુ પંચાલનું અને આ પ્રદર્શન જે છે એનો વિષય છે દરિયા કિનારાના જે વસતા લોકો છે એના વિષય પર હિમાંશુભાઈએ આ ફોટોગ્રાફી કરી છે દરિયા કિનારો આપણો દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો છે અને ત્યાં અલગ અલગ અલગ સંસ્કૃતિ લોકો એ દરિયા કિનારાની અલગ અલગ સૃષ્ટિ એ બધું જ હિમાંશુભાઈએ પોતાના કેમેરામાં કેદ કર્યું છે અને 15 વર્ષ સુધી તેમણે આ ફોટોગ્રાફી લાંબા પટનું ફોટોગ્રાફી તેમણે કરી છે એટલે એ બદલાયેલો કિનારો પણ તેમણે જોયો છે તો આ વિષય બહુ જ રસપ્રદ વિષય છે તો તે વિશે આપણે હિમાંશુભાઈને તેમના અનુભવ તેમણે શું અનુભવ્યું જ્યારે ફોટોગ્રાફી કરતા હતા અને અત્યારે એમનું એક્ઝિબિશન થઈ રહ્યું છે તે એક્ઝિબિશન પણ તમે જોઈ શકશો અમે તમને બતાવીશું તો તે વિશે આપણે હિમાંશુભાઈ સાથે વાત કરીશું હિમાંશુભાઈ સૌથી પહેલો સવાલ કે આ વિચાર કેવી રીતે આવ્યો કે હું આટલો લાંબો દરિયો કિનારો છે

તો એની ફોટોગ્રાફી કરું કારણ કે આ બહુ લાંબા પટનું કામ છે એટલે જ્યારે તમે પહેલા વર્ષે ગયા કે હું આ દરિયા કિનારાની ફોટોગ્રાફી કરું તો એ પછી વિચાર આટલા વર્ષો સુધી કેવી રીતે લંબાયો અને તમે કેવી રીતે ફોટોગ્રાફી કરી આ વિચાર ક્યાંથી આવ્યો પહેલી વાત એ અ 2010 સુધી તો ફોટોગ્રાફી સાથે મારો કોઈ ડાયરેક્ટ સંબંધ હતો નહીં. હ પણ મને શોક ખરો એટલે જ્યારે કોર્પોરેટ સેક્ટર અને ફાયનાન્સમાંથી મેં એને આવજો કીધી અને પછી ફાઇનલી વિચાર્યું કે મને મારે ફોટોગ્રાફી પર ફોકસ કરવું છે ત્યારે એ એ દાયરામાં જ હું વિવેકભાઈને પહેલીવાર મળ્યો અને મારી કન્સર્ન એ હતી કે કેમેરા કેવી રીતે વાપરવાનો અને ફોટા કેવી રીતે પાડવાના એ તો હું

જાતે શીખી શકીશ પણ શું ફોટોગ્રાફી કરવાનું અને કેમ કરવાનું એના માટે સમજ જોઈએ અને એ સમજ કોઈક વડીલ હોય અને એ આપે તો વધારે સારું એટલે કોઈ એક દોસ્ત મારા જીવેશ મારફતે મારા ફ્રેન્ડ છે એમણે વિવેકભાઈનું નામ આપ્યું અને પછી વિવેકભાઈની મે વર્કશોપ એટેન્ડ કરી અને એવી રીતે હું વિવેકભાઈને મળ્યો અને પહેલેથી જ વિવેકભાઈનું કહેવું એવું હતું કે કોઈ એક વિષય ઉપર કે કોઈ એક ફોકસ કરીને કામ કરીએ થોડા સમય સુધી તો વધારે સારા સારા ફોટોગ્રાફસ બની શકે વધારે સારું કામ થઈ શકે કારણ કે ટાઈમ લાગી જાય એક વિષયને સમજતા સમજવા માટે પણ ટાઈમ લાગી જાય અને એ એ વખતે પણ મને જરા એ આઈડિયા વધારે સારો લાગેલો કે હા એ વાત બરોબર છે કે રાધરધેન જે હાથમાં આવે અને કંઈ પણ આપણે પેલું શૂટ કર્યા કરીએ અને ફોટોગ્રાફ રેન્ડમ ફોટોગ્રાફ પાડવા એના કરતાં કોઈ વિચાર સાથે ફોટોગ્રાફ કરીએ તો એ મારા ટેમ્પરામેન્ટ માટે પણ બરોબર હતો એટલે બહુ ખાસ વિચાર કર્યા યા વગર જ મેં એમને પૂછી લીધું કે ભાઈ મને મને કા તો પાણી સાથે પ્રેમ છે અને મને પહાડો સાથે પણ પ્રેમ છે અને આપણી સૌથી વધારે નજીક પાણી દરિયા કિનારે જ છે એટલે મે એમને પૂછ્યું કે હું કોસ્ટ ઉપર કામ કોસ્ટ ઓફ ગુજરાત પર હું કામ કરું તો અને એમણે કીધું હા સારો વિચાર છે કારણ કે ગુજરાતનો દરિયા કિનારો આમ જોવા જાવ તો 1600 કિલોમીટર લાંબો છે પણ ગુજરાતના દરિયા કિનારાના વિષય ઉપર ફોકસ કરીને અત્યાર સુધી કોઈએ એક માણસે કન્ટીન્યુઅસ કામ કર્યું હોય એવું થયું થયું નથી

લાસ્ટ રેફરન્સ આપણી પાસે જે છે એવું કામ કરવાનું એ અશ્વિન મહેતાનો છે જેમણે તીથલના દરિયા કિનારે બહુ સુંદર ફોટોગ્રાફી કરી અને ગુજરાતના દરિયા કિનારે પણ સુંદર ફોટોગ્રાફી કરી પણ એના સિવાય બીજા કોઈનું કામ મને એ વખતે પણ નતું દેખાયું એટલે પછી મેં ધીરે ધીરે કોસ્ટ પર જઈને ફોટોગ્રાફી કરવાની ચાલુ કરી પહેલા એવું કઈ વિચાર્યું નતું કે હું શું ફોટોગ્રાફ કરીશ અચ્છા પહેલા તો પ્રવાસ હેત હેતુથી તમે જાઓ અને જુઓ કે ભાઈ શું અવેલેબલ છે શું છે એ રીતે જ ફોટોગ્રાફી કરવાની ચાલુ કરી અને પછી અનાયાસે જેમ જેમ કામ કરતા જઈએ એમ કનેક્શન થાય એમ ઓળખાણ થાય એમ લોકો વધારે માહિતી આપે અને એક વસ્તુથી બીજી વસ્તુ એક ઇન્સિડન્સથી બીજો ઇન્સિડન્સની એવી રીતે થતા થતા થતા હવે 12 15 એક વર્ષ 14 વર્ષ થવા આયા આ કામ કરતે કરતે અને હજુ પણ આ કન્ટીન્યુ જ હું કરીશ હ પણ આમ સામાન્ય રીતે શું હોય કે ફોટોગ્રાફી જ્યારે કોઈ કરતા હોય ત્યારે ે એ પોતાની કુદરત જે છે એટલે એને કંડારે સામાન્ય રીતે બીચ હોય કે દરિયો કિનારો બહુ જ અલગ અલગ તમે જોયો હશે ક્યાંક ખાડી વિસ્તાર છે ક્યાંક બહુ સરસ મજાનો દરિયો કિનારો છે તો એ પ્રકારે તમે એમાં ન ગયા અને તમે લોકોને ફોકસ રાખ્યા એવું કેમ એટલે એવો વિચાર ક્યારે આવ્યો કે તમે લોકો ને જે દરિયા કિનારે રહેતા લોકો છે એમને કેન્દ્રમાં રાખશો જ્યારે ત્યારે ફોટોગ્રાફી કરવાનો મેં વિચાર કર્યો શરૂઆતે 2010 11 ની વાત છે જ્યારે મને વિચાર આવ્યો ત્યાં સુધી મારા કામમાં મારે લોકો સાથે ડાયરેક્ટલી કનેક્શન ક્રિએટ કરવું કે મારે કોઈ અજાણ્યા માણસ સાથે વાત કરવી એવા અવસર મને ક્યારેય મળ્યા જ નથી એટલે એક તો મને પોતાની અંદર એક ખામી લાગતી હતી કે મારે જો કોઈ અજાણ્યા માણસ સાથે કે કોઈ અજાણી જગ્યાએ જઈને રહેવાનું હોય કે કામ કરવાનું હોય તો મને એ વિચાર જ નતો આવતો. હ એ એક બહુ મોટી ખામી હતી. બીજું એક વાત એ હતી કે મને ખબર હતી કે મારે ફોટોગ્રાફ કરવું છે તો મને લેન્ડસ્કેપ્સમાં ને એ બધામાં ઇન્ટરેસ્ટ નથી. હ બરાબર જોગાનું જોગ એ વસ્તુ હતી કે મને ખબર હતી કે મને શું નથી ગમતું મને શું નથી ગમતું એ વધારે મને ક્લિયર હતું શું કરવું છે એ એટલું બધું ખબર નહતી પણ શું નથી કરવું એ મને ખબર હતી અને હું જન્મ્યો અને મોટો થયો ગુજરાતમાં પણ હું ગુજરાત ક્યારેય ફર્યો નહતો હું ગુજરાતી લોકોને નતો જાણતો અહીંયાની અહીંયાની સિસ્ટમને નથી જાણતો અહીંયાનું ખાવાનું કેવું હોય અલગ અલગ પ્રાંતનું એ મને નથી ખબર કોઈ ખાસ એવા ફ્રેન્ડ્સ નથી ગુજરાતમાં એટલે એ બને ગુજરાતને ઓળખવાનો પણ એક અવસર થાય તો ફોટોગ્રાફી એ સૌથી સરળ માધ્યમ છે સૌથી ઇઝી એક્સક્યુઝ છે બનું છે કે તમે ફરી શકો તમે અજાણ્યા માણસોને મળી શકો

તમે એમના વિશે જાણી શકો અને એ થોડો રસ લીધો એના લીધે કદાચ એ એક જે બાઉન્ડરી હતી મારામાં પોતામાં જે ખામી હતી કે હું જઈને વાત ના કરી શકું એ મહદંશે ધીરે ધીરે ઓછી થવા માંડી અને હવે હવે મને ગુજરાત મારું ગુજરાત લાગે છે. પહેલા મને એવું લાગતું હતું કે હું ગુજરાતમાં જ બહારનો માણસ છું. હ હવે એવું એ ભાવના થોડી ઓછી થઈ ગઈ હા એટલે તમે એક પ્રેક્ટિસ કરી લોકો સાથે એંગેજ થવાની પણ હવે જ્યારે તમે લોકો સાથે એંગેજ થયા એક તમે જેમ કીધું એમ ઉમરગામથી છેક લખપત સુધી તમે દરિયા કિનારો ખેડ્યો તો એ લોકોનો અનુભવ એટલે તમે કેવા કેવા લોકો જોયા અલગ અલગ ધર્મના અલગ અલગ જ્ઞાતિના તમને ત્યાં શું અલગ દેખાયું એ એ વિશે જરા કો અ મારું આ 11 12 વર્ષમાં એટલું તો હું સમજ્યો કે જે શહેરમાંથી જે માણસ ગામડામાં કે રીિમોટ એરિયામાં જાય છે ત્યાં પહેલા શહેરના માણસ તરીકે મારે એ સ્વીકારી લેવું પડે કે હું કશુંક લેવા માટે આવ્યો છું અને આપનારા માણસો એ લોકો છે એટલે ઘણીવાર મને એવું લાગે છે કે જે શહેરમાં વસ્તા માણસ હોય છે એમને એવું લાગે છે કે ઓ અમને લોકોને બધી જ ખબર છે અને અમે લોકો વધારે સારા છીએ અને અમને વધારે કેપેસિટી વાળા છીએ અને સો ઓન એન્ડ સો ફોર પણ જ્યારે ખરેખર ગામડામાં જઈએ જ્યારે ખરેખર આ માછીમારો સાથે રહીએ અને એમની એમની આજુબાજુની કુદરત અને સાથે સંગત થઈને જે એ લોકો રહે છે અને એ વસ્તુઓ જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આપણાને કશી એક્ચ્યુલી કઈ ખબર જ નથી આપણા કરતાં એ લોકો વધારે સભાન છે આપણા કરતાં વધારે રિસ્પોન્સીબલ છે આપણા કરતા વધારે જાણે છે અને વધારે સારી રીતે જીવે છે. મટીરિયલી કે પૈસા કે યનો સંસાધનના હિસાબે કદાચ એમની પાસે એટલા સોર્સીસ ના હોય પણ એમની પાસે જીવન જીવવાની સારી કળા તો છે એ સમાજ સાથે પોતાના પડોશી સાથે પોતાના ગામ સાથે પોતાના સમાજ સાથે હાથથી હાથ મિલાવીને રહી શકે છે. જે શહેરમાં નથી તો આ આ પ્રવાસ દરમિયાન મને એ ખબર પડી કે જે શહેરની રહેણી કરણી છે અને જે નાના નાના સેન્ટરસ નાના ગામડા નાના પરગણા એની જે રહેણીકરણી છે અને એ રહેણીકરણી કયા કારણથી એ છે અને એનું મહત્વ શું છે એ તો સમજાવ્યું છે બિલકુલ સમજાયું પણ તમે જ્યારે ફર્યા ત્યાં તો તમને ભાષાની રીતે વિવિધતા દેખાઈ હોય કા તો રિલીજનની રીતે વિવિધતા દેખાઈ હોય પણ તેમ છતાં એમનામાં કશું સરખાપણું હોય તમે જેમ કહો છો જે ભઈ બહુ સરસ રીતે જીવે છે તો એવા ઉદાહરણ શું આપી શકીએ આપણે હું અમારા એક ફ્રેન્ડ છે દિનેશ ગોસ્વામી એમણે મને વેલ શાર્કની કોઈ એક ઇવેન્ટ કન્ઝર્વેશન ઇવેન્ટ હતી અને એ જો એને ફોટોગ્રાફ કરવા માટે મને કોડીનાર બોલાયો અને ત્યારે પહેલીવાર હું કોળી સમાજના કોઈ માછીમાર સાથે મળ્યો અને એમની સાથે બેઠો અને યુ યુઝલી તમે આવી રીતે કોઈના પણ ઘરે જાવ કે કોઈને પણ મળો એટલે સ્વીકારી લેવાનું કે જે આપે એ ખઈ લેવાનું એમાં બહુ ખાસ આનાકાની કરવી નહીં એ હું પહેલેથી હું સમજી ગયો હતો. કારણ કે પાણી પીવું અને જે ઓફર કરે જે જે સામે આપે એનું એ લઈને ખાઈ લેવું. એનાથી એક તો જે પેલી વચ્ચેની જે દીવાલ હોય ને કે આ બહારનો છે અને આ પોતાનો છે એ એક દીવાલ થોડીક નાની થઈ જાય. એટલે જ્યારે એ લોકો વાત કરતા હતા અને હું એમની સાથે વાત કરતો ત્યારે મને રિયલાઈઝ થયું કે આ કોળી સમાજના માછીમારો છે એ એ જ ડાયલેગ બોલે છે જે સાઉથ ગુજરાતમાં લોકો બોલે છે.

અચ્છા હવે કોડીનાર અને સાઉથ ગુજરાત આપણે સુરતથી નીચે આપણે વાપી તરફ જઈએ તો એ જે પટ્ટો છે એમાં જે જે રીતે ગુજરાતી બોલાય છે અને કોળી સમાજનો જે એક સૌરાષ્ટ્રનો કોડીનાર પાસેનો માણસ જે ગુજરાતી બોલે છે એની સમાનતા એટલી બધી છે કે એ વખતે મને વિચાર આવ્યો કે ઓહ આ લોકો તો સરખી લેંગ્વેજ બોલે છે ગુજરાતમાં તો એવું કહેવાય છે કે બાર ગાવો એ બોલી બદલાય અને સૌરાષ્ટ્રના વચ્ચે આવેલું એક જગ્યા જ્યાં ગળી સુરત જેવી કોઈ ભાષા વાપરતો હોય તો મને આશ્ચર્ય એ વખતે થયું હતું કે અરે આ આ વિચિત્ર છે કે અહીંયા સૌરાષ્ટ્રમાં રહીને પણ એ લોકો ડાયલેક્ટ તો સાઉથ ગુજરાતની જ બોલી રહ્યા છે. હ ત્યારે મને પહેલીવાર એવો વિચાર આવ્યો કે દરેક સમાજમાં કે દરેક પ્રદેશમાં શું અલગ છે એની સાથે સાથે અલગ અલગ પ્રદેશોનું શું સરખું છે શું સમાનતા છે એ પણ વિચારવાનો વિચારવાનો વિષય છે કે એક સમાજ એક પ્રદેશ જ્યારે એક સંસ્કૃતિ આપણે કહીએ છીએ તો એ સંસ્કૃતિ કેવી રીતે બની એ એક સંસ્કૃતિ કેવી રીતે કહેવાય જો આટલો જ બધો ડિફરન્સ હોય અને આટલો બધો વિચાર ભેદ ને વિચાર એ હોય તો એ સંસ્કૃતિ કેવી રીતે કહેવાય ત્યારે મને પહેલીવાર વિચાર આવ્યો કે ગુજરાતી સમાજ કે ગુજરાતી પ્રદેશ ગુજરાતનો પ્રદેશ એ પ્રદેશની અંદર જે સમાનતા છે એ જોવાની પણ મહત્વ એ બહુ ઈમ્પોર્ટન્ટ છે અને ફોટોગ્રાફર માટે વધારે ઈમ્પોર્ટન્ટ છે કારણ કે એ સમાનતા તમે દેખાડી શકો પ્રોબ્લેમ ઘણીવાર એ થાય છે કે ઘણા વિચાર એવા હોય કે જે લખવામાં કે બોલવામાં કે વાત કરવામાં બહુ સારા લાગે પણ એ વિચારને ફોટોગ્રાફમાં કેવી રીતે દેખાડવા એક્ઝેટલી સમાનતા જે પહેરવેશની સમાનતા છે કે રિવાજની સમાનતા છે કે કે ફૂડ છે કે રચ્યુઅલસ છે કે એ એ જે એ જે છે એ બધું આપણે ફોટોગ્રાફ કરીને દેખાડી શકીએ તો એ સમાનતા અને ડિફરન્સીસ જે અલગ છે એ બધું ફોટોગ્રાફથી દેખાડી શકાય હ અને એટલા માટે મને વિચાર આવ્યો કે હા આ આ દરેક જે સમાજ છે એમાં સરખું શું છે અને અલગ શું છે એ બંનેને ફોટોગ્રાફ વિચારીને સમજીને ફોટોગ્રાફ કરવું જોઈએ પણ આપણે શહેરી જીવનમાં તો જે આપણે ધર્મની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ આમ બહુ છેટા લાગે તમને એ રહેણીકરણીની રીતે બોલીની રીતે પણ ઘણી જગ્યાએ આપણને બહુ દૂર લાગે પણ તમે ત્યાં આપણે જે અગાઉ વાત થઈ આ ઇન્ટરવ્યુ પહેલા તો ત્યાં જે તમે જોયું કે હિન્દુ મુસ્લિમ જે ધર્મ ધર્મ પાડતા હોય એ લોકો કેવી રીતે રહે છેએ એક સાથે તમે એમને આઈડેન્ટિફાય કરી શકો કે આ હિન્દુ છે આ મુસ્લિમ છે કે એમની રહેણી કરણી સરખી છે ઓલમોસ્ટ સી પહેરવેશથી કે ઘરથી એનાથી મહદ અંશે તમે સમજી શકો કે આ ચલો આ મછિયારાનું ઘર છે કે આ આ ખારવાનું ઘર છે કે એવું તો સમજી શકો તમે હ કારણ કે એમના પહેરવે સેવા હોય હ બરાબર રાઈટ કે કે ભઈ ખબર છે કે ભાઈ મુસ્લિમ સ્ત્રી હશે તો એને માથે ઢાંકેલું હશે હ અને એ પેલું પંજાબી જેવો ડ્રેસ પહેરેલો હશે અને કોળી સમાજની સ્ત્રી હશે તો એણે સાડી પહેર્યો હશે કે આપણે પંજાબી ડ્રેપ્સ પણ અલગ રીતે પહેરેલું હશે અને એને કદાચ માથે ઢંકેલું નહીં હોય પણ એ એ ડિફરન્સીસને તમે ભૂલી જાવ અને પછી જો માણસને માણસની જેમ જોવાનો પ્રયત્ન કરો તો પછી ખબર પડે કે ના આ બધું બહુ સરખું છે ફોર એક્ઝામ્પલ મછિયારા સમાજનો સમાજના જ્યારે મે મેરેજ એમના જે લગ્ન હતા એ ફોટોગ્રાફ કર્યા ત્યારે મને રિયલાઈઝ થયું કે એ મછિયારા સમાજની સ્ત્રી પણ મંગળસૂત્ર તો પહેરે જ છે મંગળસૂત્રનો શેપ અલગ છે રાઈટ પણ મંગળસૂત્ર તો પહેરે જ છે એ ઇસ્લામ ધર્મ ઇસ્લામ બિલકુલ ઇસ્લામ ધર્મ પણ મંગળસૂત્ર પણ મંગળસૂત્ર તો પહેરે જ છે એ લોકો પણ માથે ટીકો તો નાખે જ છે એ લોકો પણ બંગડીઓ તો પહેરે જ છે રાઈટ તો ખાલી આપણે ખાલી સિમ્બોલિઝમ પર પણ જઈએ તો તો પણ સમાનતા તો છે જ એમના વ્યવહારમાં પણ સમાનતા છે જ્યારે કોળી કોળી અને મછ કોળી લોકોએ વર્ષો પહેલા ડિસાઈડ કરી લીધું કે ભાઈ આપણે ઇન્ડિવિજ્યુઅલ મેરેજ નથી કરવા આપણે સમૂહ લગ્ન જ કરીશું રાઈટ તો

જ્યારે સમૂહ લગ્નમાં હું ફોટોગ્રાફ કરવા માટે ગયો અને મેં જોયું કે એ લોકો માંડવા મુરતની વિધિ કરે છે અને પછી જ્યારે મછિયારા સમુદાયમાં ગયો ત્યારે એ લોકો એ માંડવા મુરત જેવી વિધિ કરી રહ્યા હતા એને માંડવા મુરતની વિધિ ના કે પણ વિધિ તો એ જ છે કે તમે જમીનમાં માં કશુક રોપો અને આ લોકો મછેરા સમાજમાં એ ખૂટી આપણે જમીનમાં રોકીએ એ લોકો એક પિલર સાથે નાડાછડીથી જ બાંધે અચ્છા પછી નળિયર ફોડે નળિયરનો પ્રસાદ સાકર સાથે વહેંચાય પછી ચોખા ઉછાળાય તો જ્યારે એક્ચ્યુલી આમ જોવા જાવ તો આ બધા રિચ્યુઅલ્સ એવા છે કે જે કોમન છે અને શહેરમાં પ્રોબ્લેમ એ છે કે આજે હું નવરંગપુરામાં બેઠો બેઠો જુહાપુરા મર રથી 8 કિમીટર કે 9 કિમીટર દૂર છે મૂળ દ્વારકામાં ખારવા સમાજ અને મછિયારા સમાજ વચ્ચે 250 મીટરનું ડિસ્ટન્સ છે અચ્છા રાઈટ તો એ જે નાના નાની જગ્યાઓમાં જે ફિઝિકલ પ્રોક્સિમિટી છે કારણ કે તમે આખા દિવસમાં એ સમાજ સાથે તમે કોન્સ્ટન્ટલી તમારી સામે જ રહેશે કારણ કે દરિયા કિનારે જતા પણ તમને દેખાશે અને ત્યાંથી પાછા આવતા પણ દેખાશે અને તમે બજારમાં જશો ત્યાં એ દેખાશે તો એ સમાજ એટલો નજીક રહે છે હ અને આ વિચારમાં મને એ પણ પછી ફાઇનલી સમજાવ્યું કે જો કોઈ એવા એવા બે સમુદાય હોય કે જેમના રિવાજો સરખા હોય જેમનું ખાવાનું મહદ અંશે સરખું હોય અને જેમનો આવકનો જરિયો જેમનું જેમનું બિઝનેસ જેમનું પ્રોફેશન એ સિમિલર હોય તો એવા બે સમુદાયને અંદર અંદર ઝગડવાનું કોઈ કારણ નથી અને ધર્મ તો એ કારણ ના જ હોઈ શકે કારણ કે એક વખત ધર્મના કારણે એ લોકો ઝગડે તો એમના ત્રણે ત્રણ ખરાબ થઈ જાય કારણ કે એક તો એ છે કે ભાઈ એત્રણ ચાર કિલોમીટર દૂર રહેવાના નથી એ રહેવાનું તો તમારે એ 300 400 500 મીટરની વચ્ચે વચ્ચે જ છે હા એટલે તમે બહુ સરસ રીતે કીધું પણ તમે પોતે શહેરી વ્યક્તિ છો અને તમે લંડનમાં પણ રહ્યા છો અને તમે આ દરિયો કિનારો જોયો તો આ તમે જે કીધું એ આમ મારા માટે એવું છે કે ભાઈ હા શોકિંગ લાગે કે આવું હશે પણ બીજું એવું કઈ વસ્તુ તમને આ તમે અલગ અલગ જગ્યાએ દ્વારકા ગયા માધવપુર ગયા કે ઉમરગામ ગયા તો એમાં કઈ બાબત એવી લાગી કે જે તમને સૌથી શોકિંગ લાગી કે આ મેં કલ્પ્યું નતું કે આવી રીતે રહેતા હોય રચ્યુઅલ હોય કા તો તમને જગ્યા એવી લાગી હોય કે હા આ જગ્યા મારા મેં વિચારી નથી એવી જગ્યા છે કોઈ એટલે ફોર એક્ઝામ્પલ ખાલી લેન્ડસ્કેપની વાત કરીએ કે સુંદર લેન્ડસ્કેપ જજમેર કરીને એક જગ્યા છે જજમેર ગોપનાથથી થોડુંક આગળ જઈએ એટલે એટલે ઝાંજમેર આવે કયો જિલ્લો આવે આ અ જિલ્લો તો આઈ થિંક ભાવનગર જ હશે એવું હું ધારું છું મને એક્ઝેક્ટ ખબર નથી. પણ ઝાંજમેરના લેન્ડસ્કેપ અને ત્યાં ત્યાના જે રોક ફોર્મેશન છે એ એવા બીજા રોક ફોર્મેશન મેં ક્યાંય નથી જોયા અચ્છા રાઈટ તો આપણાને એવું લાગે કે હું હું સિસલી કે હું ઈટલી તરફ શું કામ જવ જ્યારે ગોપનાથ ને ઝંજમેર મારાથી 250 કિલોમીટર દૂર છે એવો એવો વિચાર તો આવે જ કે ભાઈ હું હું ગોવા અને હું બાકી બધી જગ્યાએ શું કામ જઉં જ્યારે પોરબંદર દર પાસે જ એકદમ ભૂરો દરિયો છે.

હ ચોખ્ખા સાફ દરિયા દરિયાની જો વાત છે તો તો ગુજરાત પાસે પણ છે તો એ તો એ તો આંખે ચડે જ જેમ જેમ ફરી એમ સમજ પડે કે ભાઈ ગુજરાતમાં આ બધું છે જ ખાલી આપણે બહાર એટલા માટે જઈએ છીએ કારણ કે બહાર જવાનું ગ્લેમર છે પણ એ ગ્લેમર ગુજરાતમાં નથી એવું ના કહી શકાય પછી જેમ જેમ ફરીએ એમ એમ પણ ખબર પડે કે ગુજરાત જેટલું ગુજરાતીઓનું છે એટલું જ બહારનાનું પણ છે હ અચ્છા એ કેવી રીતે એટલે 20 માં આ તો 2011 નું સેન્સસ છે પણ 20 માંથી એક માણસ અત્યારે પરપ્રાંતી છે ગુજરાતની અંદર હા રાઈટ તો આખા કોસ્ટલ બેલ્ટમાં જ્યારે પણ જ્યાં પણ તમે ફરો તમને ક્યાંકને ક્યાંક તો પરપ્રાંતી દેખાય જ તમને કાં તો ભોજપુરી બોલનારો દેખાય કા તો તમને યુપીનો હિન્દી બોલતો દેખાય કે બંગાળી તમને દેખાય ઝારખંડના લોકો દેખાય તો આ બધા તો તમને મળે તો તમને મને અને એ વિચાર આવ્યો કે ભાઈ આટલા બધા લોકો કઈ રીતે કોષ પર વસે છે અને કેટલા લોકો વસે છે અને જો બીજો સમાજ પોતાના રિવાજ પોતાની રહેણી કરણી પોતાનો સમાજ અહીંયા લઈને રહી શકતો હોય તો આ પરપ્રાંતીઓ પણ એ જ રીતે રહેતા હશે એટલે એ મેં એ પણ જોવાનું ચાલુ કર્યું કે એ લોકો જે બહારથી પરપ્રાંતીઓ અહીયા આવીને રહ્યા છે એ લોકો કેવી રીતે રહે છે ઈટ ટર્સ આઉટ કે અહીંયા પણ હવે છઠની પૂજા બહુ ધમધૂમથી મનાવાય છે અહીંયા દુર્ગા દુર્ગાનાની પૂજા પણ બહુ ધામધૂમથી થઈ રહી છે. ગણપતિ તો હતું જ હતું તો જેટલા ગુજરાતીએ ગુજરાતને અપનાવ્યું છે એટલા જ પરપ્રાંતીઓને પણ અપનાવી લીધા છે. અહીંયા તમે ગુજરાતી નથી બોલતા લઈને આપણાને મેં ક્યાંય કોસ્ટલ બેલ્ટમાં એવું નથી વિચાર્યું કે ભાઈ ગુજરાતી તમે કેમ નથી બોલતા. અચ્છા અને એને લીધે લોકોને મારવા નથી લીધા. હ રાઈટ તો એ એ પણ મને ગમ્યું કોસ્ટ પર બીજું મને કોસ પર એ પણ એ પણ સમજ પડી

કે એવા લોકો છે કે જે લોકો 10 10 12 15 વર્ષથી ગુજરાતમાં રહે છે એટલે ટેકનિકલી આમ જોવા જાવ તો એ લોકોનું ડોમિસાઈલ હવે ગુજરાત થઈ ગયું ગુજરાત થઈ ગયું હા પણ ખાલી એ લોકો ભાષા અલગ બોલે છે હ એના લીધે એ લોકો પરપ્રાંતી છે જેવી રીતે ગુજરાતમાં રહેલો મરાઠી હજુ પણ મહારાષ્ટ્રીયન જ છે હ ભલેને ને એ સાત આઠ 10 પેઢીથી એ ગુજરાતમાં હોય પણ આપણા માટે તો એ મરાઠી છે. રાઈટ તો એ જે મારા મનમાં જે ભ્રમણા હતી કે આ મહારાષ્ટ્રીયન છે અને આ ઝારખંડનો છે અને આ બિહારી છે હવે હું જ્યારે દરિયા કિનારે ફરું છું હવે જ્યારે હું મુંદરા જઉં છું ત્યારે મને બિહારી બિહારી નથી લાગતો. હા એટલે તમે જે વાત કરી એ આ માઈગ્રેશન કરીને આવ્યા છે એ લોકોની વાત કરી એટલે એ ઓબવિયસલી કોઈ ઇન્ડસ્ટ્રી માટે આવ્યા છે તો એ તમે જે આમાં લોકોને જોયા તમે દરિયા કિનારાઓની તમે વાત કરી કે આટલા સરસ સુંદર દરિયા કિનારા છે પણ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વિકસી છે અને ત્યાંથી ત્યાં ઇન્ડસ્ટ્રી વિકસવાના કારણે ત્યાં અસર કેવી થઈ છે એ સારી હોય નરસી હોય જે અસર તમને તમે ફોટોગ્રાફીમાં કેદ કરી એટલે ક્લાસિક એક્ઝામ્પલ આપણે જોઈએ તો મુંદ્રા મુંદ્રાનું લોકલ પોપ્યુલેશન કરતાં પરપ્રાંતીઓ મુંદ્રાની અંદર વધારે છે પણ એ કારણથી મુંદ્રાની અંદર લો અને સિક્યુરિટીના કોઈ ઇશ્યુઝ ક્રિએટ થયા કે આપણે બોળા પેપરમાં કે આપણે આય દિન આપણે મુદ્રામાં લો એન્ડ ઓર્ડરના ઇસ્યુઝ ક્રિએટ થયા એવું આપણે ક્યારે વાંચ્યું નથી આવ્યું તો એ એક ભ્રમણ જે મારા મગજમાં હતી કે ગરીબ મજૂર બહારથી આવે અને અહીંયાનું કલ્ચર કે અહીંયાની સંસ્કૃતિને ડિસ્ટર્બ કરી નાખે એ ભ્રમણા તો મને ક્યાંય સાબિત નથી થતી એ ભ્રમણા મારા મગજમાં ભ્રમણા જ હતી બરોબર કે આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈ બેચલર છોકરો છે એ એ બિહારથી આવે અહીંયા આવે

અને એને આઝાદી મળે અને પછી દારૂ પીને ન્યુસન્સ ક્રિએટ કરશે એ જે વિચાર હતો એ વિચાર તો તદદન મને ખોટો લાગ્યો કારણ કે એ એ માણસ એકલો નથી આવી રહ્યો એના ગામના 10 માણસો સાથે એ રહી રહ્યો એનો પણ પોતાનો સમાજ છે નાનો છે પણ સમાજ છે તો જેવા સમાજના ધારાધોરણ એ કોળી સમાજને પકડી રાખે છે એવા સમાજના ધારાધોરણ એ બિહારીને પણ સાચવી જ રહ્યા છે તો એ જે મારી મારી ભ્રમણા હતી એ મહદંછે તૂટી ગઈ અને તમે આ 14 વર્ષ સુધી તમે આ ફોટોગ્રાફી કરી એટલે મને ખબર નથી કે તમે એક જ જગ્યાએ બે વાર ગયા છો કે નહી આટલા વર્ષો દરમિયાન પણ તમે ત્યાના લોકોને પૂછ્યું હોય કે ભઈ આ પહેલા કેવું હતું હવે કેટલું બદલ બદલાયું છે જે જગ્યા પર તમે ગયા હો એવા કોઈ ઉદાહરણ હોય તો તમે કહી શકો કે ભાઈ હા આ જગ્યા આવી હતી જેમ કે તમે મુદ્રાનું કીધી તો એ ઇન્ડસ્ટ્રી આવ્યા પછી આવી થઈ ઇન્ડસ્ટ્રીના પરસ્પેક્ટિવમાં હું તમને પૂછું છું ખાસ તો અ કોસ્ટમાં એક ખાસિયત એ છે કે બદલાવ એ બધી જ જગ્યાની જેમ કોન્સ્ટન્ટ છે ચેન્જ છે જ અછા ઓવર અ પિરિયડ ઓફ ટાઈમ ચેન્જ આવ્યો જ છે એવું નથી કે ચેન્જ નથી આવ્યો કેટલો વિઝિબલ ચેન્જ છે એ એક સવાલ છે બરોબર કેટલો દેખાય એવો છે હા કેટલો દેખાય એવો છે

કારણ કે એઝ અ ફોટોગ્રાફર મારા માટે એ ઈમ્પોર્ટન્ટ છે કે એ ચેન્જ હું ડોક્યુમેન્ટ કરી એ ફોટોગ્રાફ કરી શકું છું કે નહી એટલે ફોર એક્ઝામ્પલ હવે 2012 ની કમ્પેરિઝનમાં જ્યારે અત્યારે હું મૂળ દ્વારકા કે હું માધવપુર કે એવી કોઈ જગ્યાએ જઉં તો ત્યાં સુધી પહોંચવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારી ક્વોલિટીનું થઈ ગયું છે અચ્છા એ સારી થઈ ગઈ એ સારું થઈ ગયું છે પહેલા 14 કલાક લાગતા હતા 12 કલાક લાગતા હતા હવેનવ કલાકમાં પહોંચી શકાય છે. ત્યાં ઇલેક્ટ્રીિસિટી હવે ઇઝીલી અવેલેબલ છે. હ રાઈટ પહેલા પ્લાસ્ટિકના પડીકા નતા હવે પ્લાસ્ટિકના પડીકા છે હવે માછીમારનો છોકરો એ દિવસમાં 50 રૂપિયાનું પ્લાસ્ટિકના પડીકા ખાય છે એ પણ હકીકત છે તો બદલાવ તો આવ્યો છે ઇન્ડસ્ટ્રી જેમ આવી એમ બદલાવ આવ્યો છે સોસાયટી પણ બદલાઈ છે મોબાઈલના છેક છેલ્લા તપકા સુધી પહોંચ્યા પછી એમની લાઈફ પણ ચેન્જ થઈ છે દાખલા તરીકે જ્યારે 2012 માં હું જતો હતો ત્યારે મોટા ચોગાનની અંદર માછીમારો 10 12 ના ટોળામાં બેસી અને નેટ ઘૂંટતા તમને અશક આમ દેખાઈ જ જાય દૂરથી જ ખબર પડી જાય કે અહીંયાથી હવે આ કોળી સમાજ ચાલુ થાય છે હવે જ્યારે જઈએ છીએ ત્યારે બાઈકની આજુબાજુ બેઠેલો એક યુવાન જે બેઠો બેઠો YouTube જોવે છે

અથવા ઇન્સ્ટાગ્રામ ની રીલ જોવે છે આ પણ હવે સહજ થઈ ગયું છે હું એવું નથી કહેતો કે એ હોવું જોઈએ કે ના હોવું જોઈએ પણ હું એ જ કહું છું કે જે હવે દેખાય છે હું એવું નથી કહેતો કે ઓછા લોકો કામ કરે છે. હું એવું કહી રહ્યો છું કે હવે મોબાઈલ પર રીલ જોતા માણસો પણ દેખાય છે અને હવે નેટ ગુંદતા માણસો પણ દેખાય છે. હ અને એક જ્યારે હું તો બહુ ઓછું ફર્યો છું પણ હું જે બે ત્રણ જગ્યાએ ગયો છું તો ત્યાં મને લાઈફ બહુ કલરફુલ દેખાય છે. જ્યારે પણ હું દરિયા કિનારે તો એનું શું કારણ છે કે કલરફુલ દેખાય તમને બધું જ આ આ વિષય પર મેં બહુ જ સિરીયસ વિચાર કર્યો છે એટલે ફોર એક્ઝામ્પલ આપણે રાજસ્થાન જેવી જગ્યાએ જઈએ તો ત્યાં તમને રંગબેરંગી કપડા દેખાશે રાઈટ એકદમ સૂકી સૂકી જગ્યા જ્યાં પાણી એક એક ટબલર પાણીના ફાફા હોય એવી જગ્યાએ આટલા બધા કલર કેમ હોય કે દરિયા કિનારો જ્યાં જીવન બહુ જ અઘરું હ એક વાવાજોડું આવે અને આખું ઘર તણાઈ જાય હ તો દર વર્ષે તમારે ઘરને રિપેર કરવાનું અને એકદમ એજ ઉપર જીવવાનું તો આ સર્કમસ્ટન્સીસના લીધે આઈ થીંક કલર એ એમના એક્સપ્રેશનનું સોર્સ બને છે એ એ જીવન એટલું ડિફિકલ્ટ છે એટલું તકલીફ વાળું છે મહેનત છે કારી મહેનત છે

ફોર એક્ઝામ્પલ જ્યારે આપણને એવું લાગે કહો 45ડિગ્રીનો તડકો 45ડિગ્રીનો તડકો કારણ કે ત્યારે પાણી ગરમ થાય રાઈટ ત્યારે બધી માછલીઓ નીચેથી ઉપર આવે ત્યારે એ કાળા એકદમ તડકાની અંદર આપણો માછીમાર દરિયા કિનારામાં દરિયા કિનારે કોઈ છાયડા વગર માછીમારી કરતો હોય ત્યારે આપણાને જ્યારે એવું લાગે કે હું ગ્લવ પહેરીને અહીંયા અમદાવાદમાં શેરીઓમાં ફરું કારણ કે હું ટેન ના થઈ જવો જોઈએ ત્યારે માછીમાર એક્ચ્યુલી દરિયા કિનારામાં માછીમારી કરતો હોય તો એ જે જીવન છે એટલું બધું સંઘર્ષવાળું છે તો એ સંઘર્ષને સબ્સ્ટીટ્યુટ કરવા માટે રંગ અને તહેવારો સિવાય બીજું કશું છે નહીં અને બીજું એક આપણે અહીંયા જ એક ફોટો જોયો એ ફોટો તમને બતાવીએ પણ ખરા સ્ક્રીન પર તો એ તમે એમ કીધું કે ત્યાં મહિલા પરિવારમાં સૌથી મહિલા સર્વોપરી છે તો એ કઈ કયો સમાજ છે અને કેમ એવું છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *