નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં 28 મી આપણે સપ્ટેમ્બરથી વરસાદનો જે આ નવો રાઉન્ડ શરૂ થયો છે. તે બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ આવી તેના કારણે આ વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થયો છે અને હવે આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાંથી આ જે આજે જે વરસાદની સિસ્ટમ આવી તે આંધ્રપ્રદેશ થઈને મહારાષ્ટ્ર થઈને ગુજરાત પર આવી પરંતુ જેવી જ તે ગુજરાત પર આવી તેની મુવમેન્ટ જે છે તે ધીમી પડી ગઈ હતી પરંતુ હવે તે દ્વારકાથી સમુદ્રમાં તેનું જે એક જે સેન્ટર છે તે હવે દ્વારકાથી તે સમુદ્રમાં ખસી ચૂક્યું છે અને જેના કારણે હવે આવનારાસમય સમયમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો જોવા મળી શકે છે પરંતુ હજુ પણ આ સિસ્ટમના આઉટર ક્લાઉડ કે જે છે
તે સૌરાષ્ટ્ર પર ક્યાંકને ક્યાંક ફેલાયેલા છે તો તેના કારણે હજુ આવતી કાલે પણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના કેટલાક અન્ય ભાગોમાં વરસાદ પડી શકે છે. તો હવે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદ કેવો રહેવાનો છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિન્ડી મોડલ તો હાલમાં આજે વરસાદી સિસ્ટમ જે છે પશ્ચિમ દિશામાં તે અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે તો
આજની તારીખે એટલે કે પહેલી તારીખે બુધવારના દિવસે જૂનાગઢનો વિસ્તાર છે ગીર સોમનાથનો વિસ્તાર છે જામનગરનો વિસ્તાર છે દ્વારકાનો વિસ્તાર છે પોરબંદરનો વિસ્તાર છે કચ્છ માં નલિયા ગાંધીધામનો જે વિસ્તાર છે ત્યાં વિંડી મોડલ દ્વારા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં જે પાટણનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે હવે વાત કરીએ આવતીકાલની એટલે કે ગુરુવારની તો દર્શક મિત્રો આ તમે ગુરુવારના દિવસ માટે જોઈ શકો છો કે ગુરુવારે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત છે વલસાડ છે ત્યાં ભારેવરસાદ પડી શકે છે અને આ પછી જે ભાવનગરની આસપાસના જે વિસ્તાર ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને દ્વારકા અને પોરબંદરમાં પણ આવતી કાલના દિવસે ભારે વરસાદ પડવાની સંભાવના છે અને જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ જે ગીર સોમનાથનો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તારો છે
જેમ કે આ તમે મરુણ રંગ જોઈ શકો છો આ આ જે વિસ્તાર છે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અને ભાવનગરનો વિસ્તાર અને અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે ે છે આવતી કાલે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ઉત્તર ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે જેમ કેમહેસાણાનો વિસ્તાર છે પાટણનો વિસ્તાર છે અને અમદાવાદની આસપાસ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં બરોડા અને ભરૂચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતી કાલના દિવસે એટલે હજી પણ બીજી ઓક્ટોબરના ના રોજ ગુજરાત માટે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે વરસાદનો ખતરો ટડ્યો નથી અને આ પછી જે કચ્છના જે વિસ્તાર છે અને તેમાં પણ નલિયા અને ગાંધીધામનો વિસ્તાર છે
ત્યાં ભારે વરસાદ આવતી કાલના દિવસે વરસી શકે છે હવે વાત કરીએ શુક્રવારની તો શુક્રવારે પણ સૌરાષ્ટ્રમાં દ્વારકાનો વિસ્તાર છે પોરબંદરનો વિસ્તાર છે જામનગરનો વિસ્તાર છેજૂનાગઢ ગીરસોમનાથનો જે વિસ્તાર ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ જે સિસ્ટમ જે છે વરસાદી સિસ્ટમ તે દ્વારકાથી પછી ધીરે ધીરે પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધવા જઈ રહી છે. તો પરમ દિવસે નલિયા અને ખાસ કરીને જે દ્વારકાનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અને આ પછી આ તમે જોઈ શકો છો પરમ દિવસે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ કચ્છના જે અન્ય વિસ્તાર છે ગાંધીધામનો વિસ્તાર છે અને આ પછી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરનો વિસ્તાર છે મોરબીનો વિસ્તાર છે બોટાદનો વિસ્તાર છેભાવનગર અમરેલી માં પણ ભારે વરસાદ પડી શકે છે
અને આપણે જે દક્ષિણ ગુજરાતમાં જે ભરૂચનો વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે એટલે કે શુક્રવારના રોજ અને આ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાના સંકેત આપણને વિંડી મોડલની મદદથી મળી રહ્યા છે તો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને પછી આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો તમે આ નકશો સ્ક્રીન પર જોઈરહ્યા છો તો એમાં હવામાન ખાતાએ જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે અમુક જિલ્લાઓ છે
તેમની માટે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની જે છે તે આગાહી કરી છે સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો આજના દિવસ માટે હવામાન ખાતાએ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ માટે હવામાન ખાતા દ્વારા આપણે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય ગુજરાતના અન્ય કોઈપણ વિસ્તાર ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય ઇવન સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર કે અમરેલી માટે કોઈપણ વિસ્તાર માટે કોઈપણ એલર્ટ હવામાન ખાતાદ્વારા ઇસ્યુ કરવામાં નથી આવ્યું
વાત કરીએ આવતીકાલની એટલે કે ગાંધી જયંતીના દિવસે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો બીજી તારીખે એટલે કે આવતી કાલે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ માટે હવામાન ખાતા દ્વારા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સિવાય સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના કોઈપણ વિસ્તાર માટે હવામાન ખાતા દ્વારા ન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ન યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે
આમ બીજી તારીખથી તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંહવે નોંધપાત્ર ઘટાડો થવા જઈ રહ્યો અને સાથે જ જે વરસાદી જે સિસ્ટમ જે છે આજે તો દેવભૂમિ દ્વારકાથી તે એનું એ જે એપીસેન્ટર છે તે દરિયામાં ઉતરી ચૂક્યું છે અને તેના કારણે હવે દરિયામાં આ સિસ્ટમે પ્રવેશ કરી દીધો છે આજના દિવસે અને હવે પશ્ચિમ દિશામાં જેની એની મુવમેન્ટ જે છે વરસાદી સિસ્ટમની તે હવે ઝડપી બની ચૂકી છે અને આ જે વરસાદનો રાઉન્ડ જે છે
તે ખૂબ લાંબો ચાલ્યો તેનું કારણ એક એ પણ હતું કે બંગાળની ની ખાડીમાંથી આ સિસ્ટમ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર થઈને પછી ગુજરાતમાં આવે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવે છે અને પછી સૌરાષ્ટ્રમાંજાય છે ત્યારે તેની મુમેન્ટ જે છે પશ્ચિમ દિશામાં કૂચ કરવાની તે ક્યાંકને ક્યાંક ધીમી પડે છે અને તેના કારણે આપણે 28 મી તારીખથી બીજી ઓક્ટોબર સુધી આ વરસાદનો જે રાઉન્ડ જોયો તે લાંબો ચાલ્યો છે અને આ વખતે પણ કેટલાય વિસ્તારોમાં 5 થી 10 ઇંચ જેટલા વરસાદ નોંધાયા છે.